Abtak Media Google News

આરોગ્ય, સ્વૈચ્છિક, સામાજીક, ધાર્મિક અને શૈક્ષણીક જીવદયાની પ્રવૃત્તિઓ કરતી સંસ્થાને ૬૦ લાખથી વધુની રકમના ચેક અર્પણ કરાયા

ગઢડા સ્વામી ના પંથક માં દરેક સામાજિક ધાર્મિક શેક્ષણિક આરોગ્ય જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થા ઓ માં લાખો ની સખાવતો કરી

૪૫ લાખ માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ૧૧લાખ સનાતન ધૂન મંડળ ૫ લાખ અલખઘણી ગૌશાળા વિસામણ ભગત ની જગ્યા પાળીયાદ ને ૨.૫૧  ઢસા ની શિક્ષણ સંસ્થા આર જે એસ હાઇસ સ્કૂલ ને ૨.૫૧ સહિત નાની મોટી અનેકો સંસ્થા ને પરમાર્થ કાજે ચેક અર્પણ કરાયા

સમાજ માટે સમર્પણ ભાવે સેવા કરતા ઓ નું વિશિષ્ટ બહુમાન દીકરી ઓ ના પાલક  પિતા મહેશભાઈ સવાણી અને સવાણી ગ્રુપ ના વલ્લભભાઈ સવાણી માનવસેવા હોસ્પિટલ ના ભૂમિદાતા મનુબેન ભીંગરડીયા હોસ્પિટલ ના પ્રમુખ ખીમાણી સરદાર ધામ ના સર્જક ગગજીભાઈ સુતરિયા સહિત ના સેવારથી ઓ ની બહુમાન કરાયું

વાણિજય ક્ષેત્રે પચાર વર્ષ પૂર્ણ કરી નામ દામ કમાય પણ વતન ના જતન માટે સદાય તત્પર રહેતા વિરાણી પરિવાર ની પરંપરા દરેક નાના માં નાની વ્યક્તિ ના પણ સુનિશ્ચિત ભવિષ્ય ની કામના કરી પૂર્વ કર્મચારી ઓ ને પણ જીવન સુરક્ષિત કરી ઉદાર દિલ દાતા ને અનેકો વક્તા ઓ એ બિરદાવ્યા હતા

માજી ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા મહેશભાઈ સવાણી ગગજીભાઈ સુતરિયા સ્વામીમાધવપ્રિયદાસ સહિત ના વક્તા ઓ એ મનનીય વક્તવ્ય આપી વિરાણી પરિવાર ના પ્રેરક પગલાં ની સરાહના કરી હતી

આ તકે સ્વામી માધવપ્રિયદાસ સ્વામી શ્રી ધર્મવિહારીદાસ ગુરુકુલ ઢસા  પાળીયાદ વિસામણ ભગત ની જગ્યા ના ભયલુંભાઈ  સવાણી ગ્રુપ ના વલ્લભભાઈ સવાણી સરદારધામ ના ગગજીભાઈ સુતરિયા કૃષિમાર્ગદર્શક પરસોતમભાઈ કામાંણી દીકરી ઓ ના પાલક પિતા મહેશભાઈ સવાણી ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખ ખીમજીભાઈ નિર્દોષાનંદ હોસ્પિટલ ના ટ્રસ્ટી બી એલ રાજપરા સાહેબ ધારાસભ્ય લાઠી બાબરા ના વિરજીભાઈ ઠુંમર માધવજીભાઈ સવાણી માજી ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયા માજી કૃષિમંત્રી બેચરભાઈ ભાદાણી મનુભાઈ દેસાઈ ચિતલ જગદીશભાઈ ભીંગરડીયા શરદભાઈ લાખાણી અમરેલી હિંમતભાઈ કટારીયા ભરતભાઈ કટારીયા ભાવનગર બોટાદ અમરેલી  ત્રણ જિલ્લા ના સામાજિક ધાર્મિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ સહિત પાંચ હજાર થી વધુ ની જન મેદની વચ્ચે વિરાણી પરિવાર ની પરંપરા ને પ્રણામ કાર્યક્રમ દ્વારા ગરથ કરતા ગદગદિત કરતી  ગરિમા ની સર્વત્ર સરાહના કરતો પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.