Abtak Media Google News

ડ્રેનેજની ૬૨૮૪, સફાઈની ૧૩૦૭, પાણીની ૧૨૦૬ અને બિસ્માર રસ્તાની ૬૬૬ ફરિયાદો: જૂલાઈ માસમાં કંટ્રોલરૂમનો ફોન નવરો જ ન રહ્યો

સ્માર્ટ સિટી બનવા તરફ ધપી રહેલા રાજકોટ શહેરમાં પાયાની સુવિધાઓનો સદંતર અભાવ હોવાનું વધુ એકવાર પુરવાર થયું છે. અનરાધાર વરસેલા મેઘરાજાએ મહાપાલિકાની તમામ પોલ ખોલી નાખી છે. જૂલાઈ માસમાં સ્માર્ટ સિટી રાજકોટમાં સ્ટ્રીટ લાઈટને લગતી ૭૩૫૧ ફરિયાદો કંટ્રોલ‚મ ખાતે નોંધાઈ છે. તો ડ્રેનેજ લાઈન ઉભરાતી હોવાની ફરિયાદોનો પણ રાફડો ફાટયો હોય તેમ ૬૨૮૪ ફરિયાદો નોંધાઈ છે. જૂલાઈ માસ દરમિયાન મહાપાલિકાના કંટ્રોલ‚મનો ફોન એક સેક્ધડ પણ નવરો ન રહ્યો હોય તેમ ૩૧ દિવસમાં અલગ અલગ પ્રકારની ૧૮૯૦૩ ફરિયાદો ઓન રેકર્ડ નોંધાઈ છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ૧ થી ૩૧ જૂલાઈ સુધી મહાપાલિકાના કંટ્રોલ‚મ (ફોન નં.૨૪૫૦૦૭૭) ખાતે ડ્રેનેજ લાઈન ઉભરાતી હોવાની ચોકઅપ હોવાની મેઈન લાઈનમાં વ્યવસ્થીત પાણીનો નિકાલ ન થતો હોવાની ૬૨૮૪ ફરિયાદો નોંધાઈ છે. ૨૦ દિવસ પહેલા ડ્રેનેજને લગતી ફરિયાદોનો હજૂ સુધી નિકાલ કરવામાં ન આવ્યો હોવાની બુમરાળ પણ લોકોમાંથી ઉઠી રહી છે. સ્માર્ટ સિટીમાં અજવાળા પાથરવા માટે સોડીયમ લાઈટના સ્થાને એલઈડી લાઈન ફીટ કરવામાં આવી છે. એલઈડીના ટમટમીયા વરસાદના એક છાંટામાં બંધ થઈ જતા હોવાનું વધુ એકવાર પુરવાર થઈ ચૂકયું છે. જૂલાઈ માસમાં સૌથી વધુ ફરિયાદો સ્ટ્રીટલાઈટ બંધ હોવાની ૭૩૫૧ નોંધાઈ છે. એલઈડીના અજવાળા ખુબજ ઓછા હોવાની ફરિયાદો પણ લોકોમાંથી ઉઠી રહી છે.  આ ઉપરાંત શહેરના ૧૮ વોર્ડમાં વ્યવસ્થિત સફાઈ ન થતી હોવાની ૧૩૦૭, ઓછુ પાણી મળતુ હોવાની અનિયમીત પાણી વિતરણ, ડોળા પાણીની અને ફોર્સને લગતી ૧૨૦૬, ખખડધજ રસ્તાઓ અંગે ૬૬૬ અને મચ્છરોના ઉપદ્રવ અંગેની ૧૯૩ ફરિયાદો નોંધાઈ છે. સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં વરસાદ દરમિયાન દર વર્ષે સૌથી વધુ ફરિયાદ રાજમાર્ગો પર રખડતા-ભટકતા ઢોરને લગતી નોંધાતી હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન જે રીતે ઢોર પકડવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. તેના પરિણામ હવે દેકાઈ રહ્યું છે. જૂલાઈ માસમાં ઢોરના ત્રાસ અંગેની માત્ર ૧૫ ફરિયાદો જ કંટ્રોલ‚મ ખાતે નોંધાઈ છે. ૩૧ દિવસમાં ૧૮૯૦૩ જેટલી ફરિયાદો કંટ્રોલ‚મ ખાતે નોંધાતા ખુદ અધિકારીઓ પણ આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.