Abtak Media Google News

અગ્રણી વકીલ સહિત સાત સામે રાયોટીંગ સહિતના ગુના નોંધાતા ચકચાર

શિસ્ત અને શાભીનતાની વાતોમાં હંમેશા મોખરે ભાજપના નેતાઓને ઘડો લેવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આગામી મનપાની ચુંટણીમાં ટીકીટનું જોખમ દેખાતા ભાજપ કાર્યકર્તાના ભાઈ પર આ બાબતનો ખાર રાખી ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા વકીલના પરીવારે હુમલો કરતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવું પડયું હતું. જયાંથી પોલીસે યુવાનનું નિવેદન લઈ રાયોટીંગ સહિતની કલમો ઉમેરી ગુન્હો નોંધાતા વકીલ તેમજ રાજકારણ વર્તુળમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે. કાયદાની જાળવણી માટે વકીલ તરીકે પ્રેકટીસ કરતાપિતાના માર્ગદર્શન નીચે પુત્રો સહિતના સાત શખ્સોએ યુવાનને આડેધડ ઢોર માર મારતા શહેરભરમાંચર્ચા સાથે ચકચારનો માહોલ જામ્યો હતો.

આ અંગે સુત્રો સહિત પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપ મીડિયા સેલ ક્ધવીનર ગુંજન જોષીના ભાઈ પાર્થ જીતેન્દ્રભાઈ જોષી (ઉ.વ.૨૯) તા.૧૬ના રાત્રીના સુમારે કામેથી પરત આવી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે કામદાર સોસાયટીના નાકે પપ્પુ ઉર્ફે પરાગ જોષી, કાનો, અર્જુન સહિતના સાતેક શખ્સો ત્યાં આવી ચડયા હતા. તારો ભાઈ ગુંજન ખુબ હવા કરે છે તેને કહે જે કે ભાજપમાં અમારી આડો ન ઉતરે તેવું કહી વકીલ પરેશ જોષીના કહેવાથી હોકી તેમજ પ્લાસ્ટિકના પાઈપથી યુવાનને લમધાર્યો હતો. યુવાનને પગ તેમજ છાતીના અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં હોસ્પિટલે ખસેડાવું પડયું હતું. વકીલના માર્ગદર્શન નીચે ચાલતી આ મારામારીમાં લોકોનું ટોળુ એકઠું થતા યુવાનને મારનારાઓ પલાયન થઈ ગયા હતા. ઘટનાના પગલે પોલીસે પાર્થ જીતેન્દ્રભાઈ જોષીની ફરિયાદ પરથી એડવોકેટ પરેશ જોષી સહિત પપ્પુ ઉર્ફે પરાગ પરેશ જોષી, કાના પરેશ જોષી, અર્જુન તેમજ ત્રણ અજાણ્યા શખ્સો સામે આઈપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૮,૩૨૩,૩૦૪ તેમજ ૧૧૪ અન્વયે ગુનો નોંધી આગળની તજવીજ હાથધરી હતી.�

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.