Abtak Media Google News

૧૧૦ નૃત્યાંગનાઓ કથ્ક, કલાસીકલ અને ફોલ્ક સહિતની નૃત્ય કલા પીરસશે  વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજયમંત્રી ઈશ્ર્વરજી પટેલની પ્રેરક ઉપસ્થીત રહેશે

વિશ્ર્વ નૃત્ય દિન નિમિત્તે આવતીકાલે હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાત રાજય સંગીત નાટક એકેડમી, ગાંધીનગર તથા નૃત્યકલા એજયુકેશન ટ્રસ્ટ અમદાવાદના સંયુકત ઉપક્રમે નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂયપાણી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને રાજય કક્ષાના મંત્રી ઈશ્ર્વરસિંહજી પટેલની પ્રેરક ઉપસ્તિી રહેશે. આ અંગે વિસ્તૃત વિગત આપવા હર્ષાબેન ઠક્કર કાનાબાર, ડોલીબેન ઠક્કર, હિનાબેન દાવડા, મૃણાલીબેન ભાયાણી, હેનાક્ષીબેન રાજા, ખ્યાતીબેન મેર, નીતાબેન અને દિપ્તીબેને ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આવતીકાલના રોજ વિશ્ર્વ નૃત્ય દિવસ નિમિત્તે હેમુગઢવી હોલ ખાતે નૃત્ય મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજય સંગીત અકાદમી ગાંધીનગર તેમજ નૃત્ય કલા એજયુકેશન ટ્રસ્ટ અમદાવાદ આયોજીત આ નૃત્ય મહોત્સવનો પ્રારંભ સાંજે ૮ કલાકે શેરૂ. જેમાં ૧૧૦ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો છે. તેઓ દ્વારા કલાસીકલ, કથ્ક, ફોલ્ક ડાન્સ સહિતની પ્રસ્તુતીઓ શેરૂ. ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટ અને સભ્ય સચિવ ડી.ડી.કાપડીયાના અધ્યક્ષ સને યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજય મંત્રી ઈશ્ર્વરસિંહજી પટેલ, ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ઓડીસી નૃત્યકલા ગુરૂ સુપ્રવાબેન મિશ્રા, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આસીસ્ટન્ટ ડાયરેકટર કૃપાબેન રાવલ સહિતના અગ્રણીઓ ઉપસ્તિ રહેશે.નૃત્ય મહોત્સવમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ અને અમરેલીના નૃત્ય કલાકારો પણ ભાગ લેશે. જેમાં અમરેલીના કલાકારો ગણેશ સ્તૃતિ સહિતની કૃતિઓ રજૂ કરશે. જયારે રાજકોટના કલાકારો કથ્ક, ઘુમ્મર અને વુમન એમ્પાવરમેન્ટ ઉપરની કૃતિ રજૂ કરશે. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્તિ રહેવા નટવરી નૃત્ય માલા કલાસીકલ ડાન્સ સ્કૂલ અને નુપુર એકેડમી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.