Abtak Media Google News

મીનિએકસ ડાન્સ એકેડમી દ્વારા ડાન્સ વર્કશોપ યોજાયો

 મિનિએકસ ડાન્સ એકેડમી દ્વારા પંચવટી હોટેલ ખાતે ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ડાન્સ પ્લસ ૩ ફેમ અમરદીપસિંઘ નટ દ્વારા યુવા ડાન્સરોને તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી બાળકો ડાન્સ શિખવા આવ્યા હતા. આ વર્કશોપમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અમરદિપસિંઘ નટ પાસેથી ડાન્સની તાલીમ લીધી હતી.

અબતક સાથેની વાતચીત દરમિયાન ડાન્સપ્લસ-૩ ફેમ અમરદીપસિંઘ નટ એ જણાવ્યું કે તે ગુ‚દ્વારા, મંદિર, મસ્જિદ નથી જતો તેના માટે ડાન્સ તે પૂજાની રીતે કરે છે. તે પૂજા તેના ડાન્સ થ્રુ જ કરે છે. તેણે ૨૦૦૬માં ધૂમ-૨ મૂવી આવી હતી તેમાં ઋત્વીક રોશનને જોઈને ઈન્સ્પાયર થયો હતો.

Vlcsnap 2018 06 18 09H18M38S34આજે તે જે કાંઈ પણ છે તે ઋત્વીક રોશનના કારણે જ છે.તેને જોઈને જ ડાન્સ શિખવાની શ‚આત કરી હતી. આજે મને થોડા ઘણા લોકો ઓળખે તેના માટે હું ખૂશનસીબ છું ડાન્સ પ્લસ ૩ના ઓડીશન વખતે મને કોઈ નહોતું ઓળખતું પરંતુ જયારે તે ફસ્ટ રનઅપ બન્યો ત્યારથી લોકો ઓળખવા માંડયા, અને આજે રાજકોટ આવ્યો છું લોકોનો પ્રેમ સ્વાગત, સારા સારા લોકો સાથે મુલાકાત કરીને ખૂબ જ આનંદ થયો ડાન્સ પ્લસ-૩ની જર્નિ ઘણી ટફ હતી.

ત્યાં ઘણું બધુ શિખવા મળ્યું. મિનિએકસ ડાન્સ એકેડેમી દ્વારા મને અહી રાજકોટ આવવાનો મોકો મળ્યો અને અહી વર્કશોપ લઈને ખૂબજ આનંદ થયો હું દર વખતે કહું છું કે ગુજરાતમાં ડાન્સનું કાંઈક અલગ જ લેવલનું ટેલેન્ટ છે. રાજકોટમાં મે વર્કશોપ લીધો અને બાળકોને ડાન્સ શીખવાડયો અને બાળકો તેને ઝડપથી જ કેચ અપ કરી લીધું હતુ તેમણે પણ મને ઘણું શિખવાડયુંં અને મેં પણ તેમને ઘણુ બધુ શિખવાડયું ઈન્ડિયાઝ ડાન્સીંગ સુપર્સસ્ટાર શો આવ્યો હતો. ત્યારે તેમાં પાર્ટ લીધો હતો. અને ટોપ ૫ સુધી પહોચ્યો હતો ત્યાંથી તેને ઝિંન્દા રોબોટનું નામ આપવામાં આવ્યું અને આજ લોકો ઝિન્દા રોબોટ તરીકે પણ ઓળખે છે. રાજકોટમાં આવીને તેને ખૂબજ આનંદ આવ્યો અને બીજી વખત રાજકોટ આવવાનું તે પસંદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.