Abtak Media Google News

૧૧ જુને રાજકોટમાં ઓડીશન: ૨૩ જુને ગ્રાન્ડ ફિનાલે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

અનેકવિધ પ્રવૃતિઓનું સફળતાપૂર્વક આયોજન કરતું વી કેન ગ્રુપ એક નવુ સાહસ કરવા જઈ રહ્યું છે. બાળકો અને યુવા વર્ગના યુવક-યુવતીઓને એક અલગ પ્લેટફોર્મ આપવાના હેતુથી ‘ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વિસ્તૃત માહિતી આપવા નિરજ દોશી, ‚પેશ ત્રિવેદી, પારસ પેઠડીયા, જીજ્ઞેશભાઈ, અમિત દેવડા, હાર્દિક પરમાર અને સમીર લખતરીયા અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે ટીવી રીયાલીટી શો તેમજ ડાન્સ ક્ષેત્રે નામના ધરાવતા સાગર બોરા અને તેજસ્વી પાટીલ સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલેના નિર્ણાયક રહેશે. સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક રોકડ રકમથી પ્રોત્સાહિત કરવામાં આવશે. ૨૨ મેથી વિવિધ શહેરોમાં ઓડીશન શ‚ થઈ રહ્યા છે. ૧૧ જુનના રોજ રાજકોટમાં ઓડીશન લેવામાં આવશે. ૨૩ જુનના રોજ ગ્રાન્ડ ફિનાલે યોજાશે. સમગ્ર આયોજનના ભાગ‚પે છેલ્લા ૨ મહિનાથી રાજકોટ ડાન્સ એસોસિએશનના સહયોગથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ડાન્સ મસ્તી ૨૦૧૭ સ્પર્ધાના ફોર્મ મારેન સ્કૂલ, કોટેચા ચોક, મો.નં.૯૪૨૮૦ ૩૭૩૬૪, સુપર ડાન્સ કલાસ, જાગનાથ ૩/૧૩ કોર્નર નિરજ દોશી મો.નં.૯૮૨૫૦ ૫૮૦૨૬નો સંપર્ક કરવો. કાર્યક્રમને સફળ બનાવવા માટે વી કેન ગ્રુપના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ કોટક, તૃપ્તી રાજા, ડો.પીના કોટક અને અમિત વકાણી જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો.નં.૭૩૮૩૮ ૨૫૦૫૦ ઉપર સંપર્ક સાધવો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.