Abtak Media Google News

કેટરિના કૈફે ફિલ્મ છોડી દીધા બાદ નવી હિરોઇનની તલાશ જારી હતી

ફિલ્મ એ બી સી ડી – ૩ માટે હિરોઇનની તલાશ પૂરી થઈ છે. વરૂણ ધવન સાથે હવે શ્રધ્ધા કપૂર ને સાઇન કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શ્રધ્ધા અત્યારે ઓસ્ટ્રીયામાં વિન્ટેર વેકેશનની મજા માણી રહી છે.એ બી સી ડી – ૩ માં અગાઉ વરૂણ ધવન અને કેટરિના કૈફની જોડી હતી. પરંતુ કોઈ કારણસર કેટરિનાએ ફિલ્મ છોડી દેતાં નવી હિરોઇનની તલાશ શરૂ થઈ હતી. આ ફિલ્મ આઉટ એન્ડ આઉટ ડાંસ ફિલ્મ છે.

તેથી વરૂણ ધવન સાથે મેચ થાય તેવી હિરોઇનની શોધ શરૂ કરવામાં આવી હતી. એ બી સી ૨ માં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર સાથે કામ કરી ચૂક્યા છે. તેથી પસંદગી નો કળશ શ્રધ્ધા પર ઢોળવામાં આવ્યો છે. ઉલ્લેનિય છે કે શ્રધ્ધા કપૂર ફિલ્મ શાહો અને  સાઈના નેહવાલની બાયો પિક માં પણ કામ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.