Abtak Media Google News

ભૂગર્ભ ગટર માટે ૯૩ કરોડ રૂપિયામાં ઠરાવ કરી સરકારમાં મોકલી આપતા ટેન્કર બહાર પડવાની તૈયારીમાં: ૩૧ કરોડ રૂપિયાના ખર્ચે શહેરની પાણીની તમામ પાઇપલાઇન નવી નખાશે, ૨૦ લાખ લીટરની ક્ષમતા ધરાવતી ૬ વોટર ટેન્ક નવી બનશે

શહેરના વિકાસ માટે છેલ્લા સતર વર્ષથી જાહેર જીવનમાં રહી નાના માણસના પણ કામ કરી આપનાર  પાલિકાના પ્રૅમુખ દાનાભાઇ ચંદ્રવાડીયાએ રાજીનામુ આપતા પૂર્વે  પત્રકાર પરિષદમાં તેઓ ત્રીજી વખત પ્રમુખ બન્યાના પાંચ માસમાં ૧૭૦ કરોડના વિકાસ કામો મંજુર કરી રાજીનામુ ગઇકાલે કલેકટરને આપેલ છે. શહેરના વિકાસમાં જેનું અમુલ્ય યોગદાન રહેલ છે તેવા પાલીકા પૂર્વ પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા દ્વારા બોલાવાયેલ પત્રકાર પરિષદમાં જણાવેલ કે હું ત્રીજી વખત નગરપાલિકાના પ્રમુખ બનેલ અગાઉ  બે વખત મારા પત્ની પણ બનેલ ત્યારે શહેરના આમ નાગરીકો વેપારીઓ તથા પ્રબુધ નાગરીકો સાથે વિચાર, વિમર્શ કરી પ્રશ્ર્નોની જાણકારી માગતા શહેરના વિવિધ જગ્યાએ જુદા જુદા પ્રશ્ર્નો આવેલ જેમાં પાયાના પ્રશ્ર્નોને અગ્રતા આપી પ્રથમ સરકાર દ્વારા ભૂગર્ભ ગટર માટે ૯૯ કરોડ રૂપિયા મળેલ આ ભૂગર્ભ ગટર બનાવવા માટે નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરી સરકારમાં મોકલી આપેલ. ટુંક સમયમાં આ કામના ટેન્ડર બહાર પડશે. ૩૧ કરોડ  રૂપિયાના ખર્ચે શહેરના લોકોને પીવા માટે નલ સે જલ જે પાઇપલાઇનમાંથી પાણી આપવામાં આવે છે તે તમામ પાઇપલાઇન નજી નખાવેલ અને શહેરીજનોને સહેલાઇથી પાણી મળી રહે તે માટે ૧પ થી ર૦ હજાર લીટરની ક્ષમતાવાળી ૬ વોટર ટેન્ક ખાખીજાળીયા રોડ, પોરબંદર રોડ, કે.જી. સોલંકી સ્કુલ પાછળ કોલેજના ગ્રાઉન્ડમાં, સ્મશાન ચોકમાં તેમજ દ્વારકાધીશ સોસાયટીમાં બનાવવામાં આવશે, ઉપરાંત ૫૦ લાખના ખર્ચે દરબાર ગઢમાંથી નદીના સામા કાંઠે સોમનાથ મંદીર તથા તનાશાપીર દરગાહ જવા માટે કોઝવે બનાવી રાજાશાહી વખતના પ્રશ્ર્નનો નિકાલ કરેલ, આ ઉપરાંત જયા સ્લમ વિસ્તારના નાના બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ છે તે સિંહાર શાળા, દરબારગઢ શાળા, મિનાબેન એમ.સુવા શાળા એક કરોડ કરતા વધુ રકમના ખર્ચે નવા બિલ્ડીંગ બનશે, તેમજ અનેક શાળાઓમાં રીનોવેશન કરવા માટેનો ખર્ચ પણ મઁજુર કરાવવામાં આવેલ છે. છેલ્લા પાંચ વર્ષ થયા ધોરાજી અને પાટણવાવ તરફથી ગામમાં પ્રવેશ માટે જે રોડ છે તે બિસ્માર હાલતમાં છે. આ ફરીયાદ નાગરીકો તરફથી ઘણા સમયથી હતી તેના નિરાકરણ માટે પણ ફંડ ફાળવી આ બન્ને રસ્તા, આર.સી.સી. તથા ડામર રોડથી બનાવવામાં આવશે. તેની કામગીરી ચાલુ થઇ ગયેલ છે. આ ઉપરાંત સ્મશાન, બગીચો, મ્યુનિ. કોલેજ તથા ઉપલેટાના ૧ થી ૯ વોર્ડમાં સંડાસ, બાથરૂમ, નવી લાઇબ્રેરી સહીતનાન કામો માટે અંદાજે ૩ર કરોડ રૂપિયા મંજુર કરેલ છે.

આ તકે રાજીનામુ આપ્યા બાદ પાલીકા પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયાએ જણાવેલ કે ૧૭ વર્ષ ભાજપની વિચારધારા સાથે પાર્ટીના આગેવાનો સાથે સંકલનમાં રહી શહેરના વિકાસમાં ખુબ જ મહેનત કરેલ છે. શહેરના વેપારીઓ, સામાજીક સંસ્થાઓ તથા દરેક સમાજના સામાજીક આગેવાનો, પત્રકારો તરફથી ખુબ જ સાથ-સહકાર મળેલ છે. આવનારા દિવસોમાં ફરી પાછા પાર્ટી મોકો આપશે તો શહેરના હજી ઘણાં પ્રશ્ર્નો ઉકેલવાના બાકી છે તે ઉકેલવા પ્રયત્ન કરીશ.

હિન્દુ સ્મશાનથી મોજ નદી તરફ જતા રસ્તા પર આર.સી.સી. રોડ બનાવવાનું રૂપિયા બાવીસ લાખનું કામ, વિવિધ લક્ષી વિનય મંદીર શાળાના ગ્રાઉન્ડમાં આવેલ ટાઉન હોલની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું રૂપિયા પંદર લાખનું કામ અને કોલેજ ગ્રાઉન્ડમાં રનીંગ ટ્રેક પાસે સ્ટેજ બનાવવાનું રૂપિયા આઠ લાખનું કામ, સ્પોર્ટ કોમ્પલેકસ અને રનીગ ટ્રેક પાસે પેવર બ્લોક કરવાનું ૩૦.૬૫ લાખનું કામ મ્યુનિસિપલ કોલેજના પાકીંગ રોડ બનાવવાનું રૂ. ૬.૪૫ લાખનું કામ, જનતા ગાર્ડન સામે તાલુકા શાળાની કમ્૫ાઉન્ડ વોલ બનાવવાનું રૂ. ૧૭.૫૧ લાખનું કામ સહીત કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા, પૂર્વ ઉપ-પ્રમુખ રણુભા જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન જયશ્રીબેન સોજીત્રા, હરસુખભાઇ સોજીત્રા તેમજ વિરલભાઇ કાલાવડીયા હાજર રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.