Abtak Media Google News

લોકસભાની ચૂંટના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.. આ વખતે દાદરા-નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ખુદ પાર્ટીથી છેડો ફાડી ને અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય કરી લીધો છે.દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મોહન ડેલકરે આજે તેમના સમર્થકો સાથે એક બેઠક કરી હતી.જેમાં પ્રદશભર માં થી  મોટી સંખ્યામાં.તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.અને જાહેર મંચ પરથી મોહન ડેલકર એ ચર્ચા વિચારણા કરી હતી.. અને ચર્ચાના અંતે જાહેર મંચ પરથી માંડેલ કરે ૨૦૧૯ ની ચુંટણીમાં દાદરા-નગર હવેલી બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરવાનું એલાન કર્યું છે.

જેને તેમના સમર્થકોએ ઉમળકાથી વધાવી લીધું હતું.. જોકે આ અંગે મોહન ડેલકર કેમેરા સામે આજે ખૂલીને કંઈ કહેવા તૈયાર નથી ..પરંતુ આવતીકાલે પોતાના નિર્ણયને જનતા સમક્ષ મૂકશે.. જોકે આજે મીડિયા સાથે કરેલી વાતમાં તેઓએ જે કંઈ નિર્ણય લીધો છે તે  દાદરા-નગર હવેલી ની પ્રજાના હિતમાં લીધો છે.. અને કોઈ પાર્ટી સાથે નારાજગીની જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં કોઈ દમ  નથી તેવું જણાવ્યું હતું… તેેઓ પાર્ટી થી નારાજ નહીં પરંતુ દાદરા-નગર હવેલી ની જનતા હિતમાં એક નિર્ણય પર આવ્યા છે જેને આવતીકાલે જાહેર કરશે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.