Abtak Media Google News

નામાંકનની જાહેર સભામાં નટુ પટેલને હેટ્રીક વિજય અપાવવા સર્મથકોને આહવાન

સેલવાસ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત નટુભાઇ પટેલના ઉમેદવારી નામાંકની જાહેર સભામાં જનતા દળ (યુનાઇટેડ) દા.ન.હ. ના પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણ તેમજ તેમના સેંકડો કાર્યકર્તા સાથે ભાજપા પ્રેરિત ઉમેદવાર નટુભાઇ પટેલને હેટ્રીક વિજય અપાવવામાં સઁપૂર્ણ સહયોગ આપી ફરીથી દા.ન.હ. ના સાંસદ બનાવવા માટે એક જુટ થઇ કાર્ય કરવા માટેનું જાહેરમાં સમર્થન તેમજ આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ જનતા દળ (યુનાઇટેડ) ના રાષ્ટ્રીય અઘ્યક્ષ નીતીનકુમાર ના માર્ગદર્શન તેમજ બિહારમાં જનતા દળ (યુનાઇટેડ)તેમજ ભારતીય જનતા પાર્ટી તેમજ લોક જનશકિત પાર્ટીના નેતૃત્વ હેઠળ એનડીએ ગઠબંધન થી ૪૦ માંથી ૪૦ સીટો ઉપર વિજયના સંકલ્પ લઇ દા.ન.હ. માં પણ ભાજપા પ્રત્યાસી નટુભાઇ પટેલને ભવ્ય વિજય અપાવવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

જનતા દળ (યુનાઇટેડ) દા.ન.હ. એ ગત સેલવાસ મ્યુનિ. કાઉન્સીલમાં પણ પોતાના ૧૧ જેટલા ઉમેદવારોએ ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી પોતાનો પરચમ લહરાવ્યો હતો. જનતા દળ (યુનાઇટેડ) ના પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાન જેઓ નરોલી વ્યાપારી એસો. ના અગ્રણી હોય તેમજ રોટરી કલબ સેલવાસના માજી પ્રમુખ રહી ચુકયા હોય. તેઓ સામાજીક અને રાજકીય સુઝબુઝ ધરાવે છે. તેમજ યુવા વર્ગમાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તેમજ જેઓના દરેક લોકો સાથે સીધો સંપર્ક હોવાથી આ લોકસભા ચુંટણીમાં જનતા દળ (યુનાઇટેડ) વતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નટુભાઇ પટેલ માટે વિજયી પ્રચાર પ્રસાર કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.