Abtak Media Google News

સરકાર પાસે થી મફત અનાજ મેળવી લાભાર્થીઓ પ્લાસ્ટિકના વાસણોની ખરીદી કરી અવેજીમાં સરકારી ઘઉં આપવાની પકડાયેલ યુવકની કબૂલાત

દામનગર જિલ્લા પુરવઠા તંત્ર ની સીતારામનગર માં રેડ ઝડપાયેલા યુવક ની ચોંકાવનારી કબૂલાત પ્લાસ્ટિક ના વાસણ ની અવેજી માં સરકારી અનાજ સરકાર પાસે લાભાર્થી મફત અનાજ મેળવી કેવો દુરૂપીયોગ કરે છે

પ્રાંત અધિકારી  લાઠી તાલુકા મામલતદાર મણાત દામનગર પોલીસ નું સંયુક્ત ઓપરેશન સરકારી અનાજના દુરઉપીયોગથી તંત્ર પણ ચોંકી ઉઠ્યું

જિલ્લા પુરવઠા અધિકારીની સૂચનાથી પ્રાંત અધિકારી એ કે જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર મણાત સાહેબ દ્વારા દામનગર પોલીસ સ્ટાફને સાથે રાખી સીતારામનગર માં રેડ કરી કરતા ઈંતિયાઝ નામના યુવકના ઘેર થી ૧૫૫૦ કિલો રાશનના ઘઉંનો જથ્થો પકડી પાડ્યો.

ગુજરાત સરકારના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના ઘઉં સરકાર ગરીબ પરિવારોને ખાવા માટે અન્ન પુરવઠાની દુકાનો પરથી કેટલો ખર્ચ કરીને વિતરણ કરે છે ત્યારે બીજી બાજુ અમુક લાભાર્થીઓ સરકારી ઘઉં પ્લાસ્ટિકના વાસણો ખરીદી અવેજીમાં સરકારી અનાજ આપી દેતા હોવા નો પર્દાફાશ થયો છે.

દામનગરના સીતારામનગરમાં રહેણાંક મકાનમાં સરકારી ઘઉનો ૧૫૫૦ કિલોનો જથ્થો મળી હતો સરકાર પાસેથી ખાવાના નામે રાશન કાર્ડમાં ઘઉં મેળવી તેનો કેવો દુરૂપીયોગ કરાય છે તે જોઈ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે

પ્લાસ્ટિક વાસણ નો વેપાર કરતા યુવક ઈંતિયાઝ ના ઘેર થી પંદરસો કિલો થી વધુ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ના ઘઉં પકડી પડતા મામલતદાર મણાત સાહેબ અને જિલ્લા પુરવઠા પ્રાંત પોલીસ સહિત ના તંત્ર ના સંકલન થી આ રેડ કરી સરકાર દ્વારા ગરીબો ને ખાવા માટે વિતરણ થતા ઘઉં પ્લાસ્ટિક ના વાસણ ની અવેજી માં લઇ ભેગા કરતા યુવક ની સ્થાનિક પોલીસ અને પુરવઠા દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.