Abtak Media Google News

બ્રીજનું કામ નબળુ થતું હોવાની ફરીયાદ કરાતા સ્થળ વીઝીટ કરી સતત સુપરવિઝન કરવા પર ભાર મૂકયો

બાબરાના કરીયાણા ખંભાળા બ્રીજના કાર્યની ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે સ્થળ પર જઇને સમીક્ષા કરી હતી. બ્રીજનું કામ નબળુ થતું હોવાની ફરીયાદ કરવામાં આવતા વીઝીટ કરી અને સતત સુપરવિઝન કરવા પર ભાર મુકયો હતો.

બાબરા તાલુકા કરીયાણા થી ખંભાળા માર્ગ વચ્ચે રૂપિયા પાંચ કરોડના ખર્ચે બ્રિજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મંજૂર કરાવી તેનું કામકાજ ત્વરિત શરૂ કરાવ્યું હતું કારણ કે અહીં કરીયાણા ડેમનું પાણી તેમજ વરસાદનું પાણી અહીં કોઝવે પર આવે ત્યારે કરીયાણા ગામના લોકોનો ભારે મુશ્કેલીઓ પડતી તેમજ કરીયાંણા ખંભાળા ગામનો સંપર્ક તૂટી જતો હતો હવે હવે અહીં કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનતા ગામના લોકોનો કાયમી રાહત મળી છે

Img 20200806 Wa0016

તાલુકાના કરીયાણા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ બ્રિજ (પુલ)નું કામ કોન્ટ્રાકટર દ્વારા ઓછું લોખડ વાપરી નબળું કરવામાં આવી રહ્યું હોવાની સ્થાનિક લોકોએ  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરને રજુઆત કરતા તાબડતોબ ધારાસભ્ય ઠુંમર દ્વારા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના અધિકારીઓને સાથે કરીયાણા ગામે બ્રિજના બાંધકામના સ્થલે દોડી ગયા હતા અને બ્રિજના કામની સંપૂર્ણ માહિતી મેળવી હતી અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે બ્રિજના નવી ડિઝાઇન પ્રમાણે કોન્ક્રીટ સિમેન્ટ વધુ વપરાય રહ્યા છે અને લોખડ ઓછું કરવામાં આવ્યું છે દરેક બ્રિજ તેમજ પુલ નવી ડિઝાઇન પ્રમાણે બની રહ્યા છે ધારાસભ્ય ઠુંમરે કરીયાણા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ગામના સ્થાનિક આગેવાનોને સાથે રાખી બ્રિજના બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું તમને જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને બ્રિજનું કામ પૂરતું ગુણવત્તા યુક્ત રીતે થાય તેની પુરતી કાળજી લેવા તાકીદ કરી હતી તેમજ ગામના સ્થાનિક સરપંચને બાંધકામમાં પૂરતું સુપરવિઝન રાખવું નબળું કામ દેખાય તો તુરત જાણ કરવા પણ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.