Abtak Media Google News

મહેસુલી કર, જીએસટી સહિતના કરવેરાના એકત્રીકરણની કાયદાકીય ગુંચ ઉકેલવા પ્રયાસ

કેન્દ્રીય કેબીનેટ મંત્રાલય દ્વારા કેન્દ્ર શાસિક પ્રદેશ દાદરાનગર હવેલી દમણ દીવના આર્થિક પાટનગર તરીકે દમણનો વિકાસ કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર લગાવી દીધી છે. દમણને કર એકત્રીકરણ ખાસ કરીને જીએસટી વેટ અને રાજયની એકસાઈઝડયુટીના ત્રણેય પ્રદેશના વહીવટ માટેના કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવશે. સરકાર દ્વારા વિવિધ ખાતાઓની મહેસુલી વ્યવસ્થા માટે સરળતા રહે તે માટે વ્યવસ્થાની ગોઠવણીના ભાગ‚પે કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ત્રિસ્તરીય કર માળખાની વહીવટી સુદ્દઢતા, માટે દમણને આર્થિક પાટનગર બનાવવાનું નકકી કર્યું છે.

કેન્દ્ર શાસીત પ્રદેશના મુખ્ય કેન્દ્ર તરીકે દમણને માન્યતા આપવાથી વિવિધ મહેસુલી કરના એકત્રીકરણ, લેવી, જીએસટી, વેઈટ, રાજયની એકસાઈઝ સહિતના કર એકત્રીકરણ માટે રહેલી કાયદાકીય ગૂંચ ઉકેલાય જશે.સરકારના ટેક્ષ વિભાગના પ્રવકતાએ જણાવ્યું હતુ કે દમણને મુખ્ય કેન્દ્ર જાહરે કરવાથી ટેક્ષ માટેના સામાન્ય નિયમોની અમલની સાથે સાથે વ્યવસ્થા પણ સારી રીતે જળવાશે.

7537D2F3 12

હવે દમણમાં જ દાદરાનગર હવેલી અને દમણ અને દીવના સમગ્ર કેન્દ્ર શાસીત પ્રદેશની કરઆધારીત એકત્રીકરણ, જીએસટી, વેટ, એકસાઈઝ માટે એકસમાન કાયદો અને વ્યવસ્થાનું માળખું ઉભુ થશે. દમણને કેન્દ્ર શાસીત પ્રદેશોનાં મુખ્ય કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાથી કાયદાકીય વિસંગતતા અને અન્ય અવરોધો દૂર થઈ જશે.

હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમામ વહીવટ માટે દિલ્હી સુધી લાંબુ થયું પરંતુ હતુ ભૌગોલીક સ્થિતિ અને અંતરનાં કારણે કરદાતાઓને પડતી મુશ્કેલીઓ અને વહીવટી સુદ્દઢિકરણ માટે હવે કેન્દ્ર શાસીત પ્રદેશનું વહીવટ દમણથી જ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.