Abtak Media Google News

દામનગર શહેરના પાણી પુરવઠા બોર્ડની કચેરી કમ્પાઉન્ડ માં આવેલ ત્રણ સંપ પેકી એક નંબર નો બપોર ના ૩-૧૫ કલાકે ધડાકા ભેટ તૂટી પડ્યો, નવ લાખ લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા સંપ અચાનક તૂટી પડવા નું કારણ શું ? કાળુભાઈ પાણી પુરવઠા યોજના હેઠળ ની વિશાળ સંકુલ ધરાવતી કચેરી માં એક એક લાખ લીટર ની સંગ્રહ શક્તિ ધરાવતા ઓવર હેડ પણ પડવા ની રાહ માં છે બાજુ માં મોટી રહેણાંક વસાહત માટે ખતરા રૂપ ઓવર હેડ પણ પડું પડું થઈ રહ્યા છે

નવ લાખ લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા સંપ ધડાકા ભેર તૂટતા અફડા તફડી જોવા મળી સદનસીબે કોઈ જાનાહાનિ નથી થઈ પણ આ સંપ અને ઓવર હેડ એકદમ રેઢી અવસ્થા માં આટલી મોટી પાણી પુરવઠા કચેરી ને કોઈ કમ્પાઉન્ડ નથી કોઈ દેખરેખ નહિ દામનગર સહિત વીસ થી વધી ગ્રામ્ય ની પાણી પુરવઠો પહોંચાડતી કચેરી સંપૂર્ણ રેઢી રહે છે સમગ્ર કચેરી માં દરેક ઇમારત જોખમી દેખરેખ અભાવે મોટી દુર્ઘટના પહેલા તંત્ર જાગે તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.