Abtak Media Google News

બે દિવસ પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા

લોધીકા તાલુકાના નગરપીપળીયાના ખેડુતોની વ્યથા અતિ વરસાદના કારણે ખેડુતોના ઉભા પાકને નુકસાનની થયેલ છે ખેતરોમાં પાણી ભરાઇ છે તેમજ કઠોળમા ઉભી અડદી બળી જતા ખેડુત દ્વારા ઉપાડી લેવા મા આવેલ છે. તેમજ ઉપાડેલ મગફળીના પાથરા બળી જતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતી નગરપીપળીયા ના ખેડુતો જણાવેછે તેમજ પાકને થયેલ નુકસાની નું સવે કરવા માટે કોઈ હજુ સુધી આવેલ નથી તો સવે માટેની રજુઆત કરવા લોધીકા તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરી જવાનું ગામના સરપંચ કમલેશભાઈ સાકરીયા તેમજ ખેડુતો જણાવી રહેલ છે કે ચોમાસામાં આગાવના વરસાદ માં પણ પાકને  નુકસાનની થયેલ છે તેનું સર્વે પણ હજુ સુધી થયેલ નથી તેમજ તા.૧૨ તેમજ ૧૩ સપ્ટેમ્બર વરસાદમા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે ઉભાપાક તેમજ ઉપાડેલ મગફળીને નુકસાનની છે તેવુ નગરપીપળીયાનાખેડુત રાજેશભાઈ દોંગા, જીણાભાઇ દોંગા, દિલીપભા રાઠોડ, દિનેશભા રાઠોડ, મગનભાઈ હરસોડા વિગેરે ખેડૂતોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.