Abtak Media Google News

માણાવદર તાલુકાના વડા  ગામે ભાદર નદીના પાણીને કારણે  ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ના ખેતરોમાં મોટાપાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેતપેદાશો નિષ્ફળ થતા ખેડૂતો એ વાવેતર કરેલ ખેતપેદાશો નું ખાતર બિયારણ મજુરી સહીતની આર્થિક નુકશાની ખેડૂતો વેઠી રહ્યા છે

ખેડૂતોએ વાવેતર કરેલ ૩૦૦ વિધાની મગફળી માં વરસાદી પાણી ભરાયેલા રહેતા મગફળી ના પાકને નુકસાન થવાની શકયતા સેવાઇ રહી છે ખેડૂતોના ખેતરોમાં થયેલ નૂકશાન વળતર આપવા વડા ગામના સરપંચ સંદિપભાઇ કાનાણી એ માંગ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.