Abtak Media Google News

દલીત વિવાદ મુદ્દે ભાજપે રાહુલ ગાંધીને રાજકીય ગીધ કહેતા હોહા

 સુપ્રીમ કોર્ટ દ્વારા એસ.સી. એસ.ટી. એકટને નબળો પાડતો ચુકાદા આપતી દલિત મસિહા માયાવતી વિરોધમાં આવ્યા છે. ત્યારે ચોકાવનારા ધાડાકામાં એવું બહાર આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં જયારે માયાવતી શાસન હતું ત્યારે એક વખત નહી પરંતુ બે-બે વખત માયાવતી સરકારે એસ્ટ્રોસીટી એકટમાં ફરીયાદનાં આધારે પગલા ન લેવા જોઇએ તેવા ઓર્ડર કર્યા હોવાનું  ખુલ્યું છે.

વર્ષ ૨૦૦૭માં ઉત્તરપ્રદેશમાં માયાવતી સરકારનાં શાસનકાળામાં તા. ૨૦/૫/૨૦૦૭ ના રોજ તત્કાલીન ચીફ સેક્રેટરી શંભુનાથ દ્વારા ખાસ ઓર્ડર કરી એસ્ટ્રોસીટીનાં કેસમાં સીધી જ ધરપકડ કે પોલીસ પગલાને બદલે પ્રાથમીક તપાસમાં આરોપી દોષિત જણાય તો જ ધરપકડ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે સમય ગ્રહણ કર્યાના એક અઠવાડીયામાં જ તત્કાલીન મુખ્યમંત્રી માયાવતી એ ખાસ ઓર્ડર  જારી કર્યા હતા જેમાં જણાવાયું હતું કે ખુન- બળાત્કાર જેવા ગંભીર ગુન્હાઓ આ કાયદા હેઠળ રજીસ્ટર થવા જ જોઇએ જયારે અનુસુચિત જાતિ અને જનજાતિને લગતા ઓછા ગંભીર ગુનાઓમાં આઇ.પી.સી. સંબંધીત વિભાગો હેઠળ દુર થવા જોઇએ. એસ.સી., એસ.ટી. કાયદા હેઠળ બળાત્કારની ફરીયાદના કિસ્સામાં ભોગ બનેલી વ્યકિતની તબીબી તપાસમાં જાતીય સતામણીની પુષ્ટી કરવામાં આવે પછી જ આરોપી સામે કાર્યવાહી કરવી જોઇએ અને આ કાયદાનો દુરપયોગ રોકવા માટે જ આ બન્ને ઓર્ડરો જારી કરાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ સુપ્રિમ કોર્ટનાં ચુકાદાને પગલે દેશભરમાં દલીત સમાજ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સુપ્રિમો રાહુલ ગાંધી દલિત સમાજની લડતમાં સાથ નિભાવતા ભાજપને હાડો હાડ લાગી આવ્યું છે. અને ભાજપનાં બે દિગ્ગજ નેતા થાવરચંદ ગેહલોત અને અર્જુનરામ મેધવાલે રાહુલ ગાંધીને તકવાદી ગણાવી રાજકીય ગીધડા શબ્દથી નવાજતા હોહા મચી જવા પામીછે.

ભાજપનાં નેતાઓએ રાહુલ ગાંધીના વલણની આલોચના કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે દલિત સમાજ સાથે હંમેશા અન્યાય જ કર્યા છે અને બાબાસાહેબને બે બે વખત ભારત રત્ન એવોર્ડથી દૂર રાખી સંસદમાં બાબા સાહેબનો ફોટો પણ ન રાખ્યોહોવાનો આરોપ લગાવ્યો હતો.

મળો પૂણેનાં આ માણસને, જેની એક એફઆરઆઈએ દેશમાં હંગામો મચાવ્યો

એસસી/ એસટી એકટના ચુકાદામાં અરજદાર ભાસ્કર ગાયકવાડની મુળ ફરિયાદનાં ભાષાંતરણ કરવામાં ચુક થઈ ગઈ

એસસી/એસટી એકટને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને કારણે દેશભરમાં હંગામો મચી ગયો છે ત્યારે આ ચુકાદામાં ફરિયાદ કરનાર વ્યકિત પૂણેનાં ભાસ્કર ગાયકવાડ છે. ભાસ્કર ગાયકવાડનાં જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં તેમની ફરિયાદનું વિરુઘ્ધીઓ દ્વારા ખોટુ તિરૂપણ કરવામાં આવ્યું છે. મુળ ફરિયાદ મરાઠી ભાષામાં હતી જેનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરણ કરવામાં કેટલાક ફકત કાઢી નખાયા હોવાનો આરોપ લગાવી તેમણે આ મામલે આગામી સપ્તાહે સુપ્રીમમાં સમીક્ષા અરજી દાખલ કરનાર હોવાનું જણાવ્યું હતું.

પૂણેની એન્જીનીયરીંગ કોલેજમાં સ્ટાર મેનેજર તરીકે કામગીરી કરતા ભાસ્કર ગાયકવાડે જણાવ્યું હતું કે, તેઓને ૨૦૦૯માં કરોડની સરકારી ફાર્મસી કોલેજમાં નિમણુક મળી ત્યારે કોલેજનાં પ્રિન્સીપાલ દ્વારા છેતરપિંડી આચરી કેટલાક રેકોર્ડમાં સુધારા કરવા જણાવ્યું હતું પરંતુ તેઓએ આમ કરવા ઇન્કાર કરતા ઉચ્ચ સતાધીશોએ તેમની કોન્ફીડેન્સીયલ રીપોર્ટ બગાડી નાખ્યા હતા અને તેમને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી હતી.

જેને પગલે તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ મુળ ફરિયાદ કે જે મરાઠીમાં હતી તેનું ખોટુ અર્થઘટન કરી રજુ કરવા ઉપરાંત મૂળ ફરિયાદનાં કેટલાક પેરેગ્રાફ ઉડાવી દેવામાં આવતા આ પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે આ મામલે તેઓ રીવ્યુ પીટીશન દાખલ કરનાર હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.