Abtak Media Google News

વોર્ડ-૪નાં કોંગ્રેસના નગરસેવકોની આગવી સુઝ-બુઝ કાર્યક્ષમતા અને સતત જાગૃત રહી વિરોધ પક્ષમાં રહીને પણ લોકોના કામ કર્યા છે.ભાજપ સામે લાલ આંખ કરી લોકપ્રશ્ર્નો ઉકેલ્યા છે. લોકપ્રશ્ર્નોની લડતને વધુ આક્રમક અને લડાયક બનાવવા કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાશ નકુમને જીતાડવા દલિત સમાજના નગરસેવકો, કોંગ્રેસ આગેવાનો અ ને કાર્યકરોએ સમાજને અપીલ કરી છે. તેમ રવજીભાઈ ખીમસુરીયા (કોંગ્રેસ કોર્પોરેટર) વશરામભાઈ સાગઠીયા (કોંગ્રેસ કોર્પોરેટર), સીમીબેન જાદવ (કોંગ્રેસ કોર્પોરેટર), ગીતાબેન પૂરબીયા (કોંગ્રેસ કોર્પોરેટર) અમુભાઈ પરમાર, વશરામભાઈ ચાંડપા, નરેશભાઈ સાગઠીયા, મુકેશભાઈ જાદવ, નરેન્દ્રભાઈ રાઠોડ, મુકેશભાઈ પરમાર સહિતનાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.