Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા પંથકનાં રેડિયો કલાકાર કારૂભાઈ આહીરના કંઠે સંતવાણીની સરવાણી થશે વહેતી…

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તૃત કલા રસીક દર્શકોનો અતિલોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’માં રજૂ થાય કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્ર મુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને વધુમાં વધુ લોકો માણે સાથે સાથે ખુબ જ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હમેંશા પ્રયાસ રહ્યો છે.

આજે ‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાનકડા એવા આશિયાવદર ગામના પ્રસિદ્ધ કલાકાર કારૂભાઇ આહિરના કંઠે પ્રાચિન ભજનો રજૂ થશે. કારૂભાઇ છેલ્લા ૯૮ વર્ષથી ભજન યાત્રામાં જોડાયેલ છે. ભજનના આરાધક ૫ૂ. નારાયણ સ્વામિ, અને પૂ. કાનદાસબાપુને સાંભળી અને તેમાંથી પ્રેરણા મેળવનાર કારૂભાઇ આકાશવાણીના ‘બી હાઇ’ ગ્રેડની માન્યતા પ્રાપ્ત કલાકાર છે.

દેશી ભજનોના પ્રસિદ્ધ કલાકારો લક્ષ્મણ બારોટ, પરસોતમ પુરી, રામદાસ ગોંડલીયા, હરસુખ મારાજ, કલ્યાણદાસ બાપુ વગેરે સાથે કાર્યક્રમો આપી શ્રોતાઓને ભજનમાં ભાવવિભોર કરે છે. ખોબા જેવડા આશિયાવદર ગામે ખેતી કરતા નિર્મળ સ્વભાવના કલાકાર કારૂભાઇને પૂ. મોરારી બાપુ તથા પૂ. શેરનાથ બાપુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે. આજે દેશી ભજનની મોજ લેવાનું ચૂકાય નહી ‘ચાલને જીવી લઇએ’

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

  • * પ્રિતમ વરની ચૂંદડી…
  • * રમતો જોગી રે…
  • * સદગુરૂ તમે મારા તારણ હાર…
  • * અધૂરિયા…
  • * આવોને અવની પર વ્હાલા… આરતી કરૂ મારા હરિગૂરૂ સંત…
  • * મારા પ્રેમિ પંખીડા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.