Abtak Media Google News

સામગ્રી

ઢોકળી બનાવવા માટે

ઘઉંનો લોટ ૨૦ ગ્રામ

ચણાનો લોટ – ૧૦ ગ્રામ

અજમો – અડધી ચમચી

હળદર – અડધી ચમચી

તેલ જરૂર મુજબ

પાણી જરૂર પ્રમાણે

દાળ બનાવવાની સામગ્રી

તુવેર દાળ – ૩૦ ગ્રામ

લીંબુનો રસ – ૧ ચમચી

મીઠું સ્વાદ અનુસાર

ગોળ જરૂર મુજબ

આદું મરચાની પેસ્ટ – ૨ ચમચી

હળદર – ૧ ચમચી

મીઠા લીમડાના પાન – ૩/૪ નંગ

રાય – જીરું – અડધી ચમચી

તમાલ પત્ર, સૂકાલાલ મરચા – ૪ નંગ

તજ – ૧ ટુકડો

હિંગ – એક ચમચી

સીંગદાણા – ૧૦ ગ્રામ

દેશી ઘી – ૧ ચમચી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ,ચણાનો લોટ હળદર , અજમો , મરચા પાવડર , મીઠું  જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. હવે ઢોકળીને ચોરસ કે  ડાયમંડ શેપ આપો. હવે એક પેન ગરમ કરી તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાય , જીરું ,હિંગ , તજ , લવિંગ , તમાલપત્ર , લાલ સૂકા મરચા ઉમેરી થોડીવાર સાંતળો.હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો,  ત્યારબાદ તેમાં લાલ મરચું , હળદર , ઘણા જીરું પાવડર, ઉમેરી હલાવો ત્યારબાદ તેમાં બાફેલી તુવેર દાળ ઉમેરી તમામ સામગ્રીને હલાવો.

થોડી દાળ ઉકાળે એટલે તેમાં અગાઉથી બનાવેલી ઢોકળી ઉમેરો. હવે તેમાં ગોળ અને લીંબુનો રસ નાખી દાળ ઢોકળીને થોડીવાર ઉકાળો. ઢોકળી બરાબર ચડી જાય પછી દેશી ઘી અને કોથમીર વડે ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.