Abtak Media Google News

૧૯૪૪માં નિર્માણ પામેલ અને કાશ્મીર સંઘર્ષમાં ઉપયોગમાં આવેલ એરક્રાફટનું પુન:નિર્માણ કરાયું !

૧૯૪૦ના વિન્ટેજનું ડાકોટા એરક્રાફટ ટુંક સમયમાં ભારતીય હવાઈ દળના વિન્ટેજ એરક્રાફટ ફલાઈટમાં સામેલ થશે. ડાકોટા વિશાળ કાફલાએ ભારતીય હવાઈ દળમાં ૧૯૮૮ સુધી સેવાઓ આપી હતી. આ એરક્રાફટ તે સમયનું સૌથી વધુ પ્રતિભાશાળી હવાઈ જહાજ હતું. સૌપ્રથમ ડાકોટા વિમાન કે જેણે કાશ્મીર સાથેના સંઘર્ષ દરમિયાન ૨૭ ઓકટોબર ૧૯૪૭ના રોજ સૌપ્રથમ શીખ રેજીમેન્ટને સ્થળાંતર કરાવ્યું હતું, તેનું સન્માન કરવા માટે ભારતીય હવાઈ દળે આ એરક્રાફટને નોંધણી નંબર આપ્યો છે. ૧૯૪૪માં નિર્માણ પામેલ આ એરક્રાફટે રોયલ એર ફોર્સ સાથે સૈન્યમાં સેવા બજાવી હતી અને તે અન્ય નાગરિક ઉડ્ડયનો દ્વારા પણ સંચાલિત કરવામાં આવ્યું હતું. આ ખાસ વિમાનને ૨૦૧૧માં ભંગારમાંથી બચાવવામાં આવ્યું હતું અને સંસદ સભ્ય રાજીવ ચંદ્રશેખર દ્વારા તેને ભારતીય હવાઈ દળને ભેટ આપવા માટે યુકેમાં તેને ફરી ઉડવા માટે સક્ષમ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય હવાઈ દળે એમ/એસ રીફલાઈટ એરવર્કસ લીમીટેડ લંડન સાથે તેની નેવિગેશન સીસ્ટમને સુધારવા માટેનો કોન્ટ્રાકટ કર્યો હતો. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ હવાઈ સ્ટાફના ચીફ દ્વારા આ એરક્રાફટને વિધિવત રીતે રાજીવ ચંદ્રશેખર તરફથી એક ભેટ તરીકે સ્વીકારવામાં આવ્યું. જેમના પિતા નિવૃત એર કમાન્ડર એમકે ચંદ્રશેખર હવાઈ દળમાં વરિષ્ઠ ડાકોટા પાયલોટ હતા.

વિમાનના પુન:નિર્માણ બાદ તમામ ટેસ્ટ ફલાઈટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ એરક્રાફટે પોતાની યાત્રા ૧૮ એપ્રિલ ૨૦૧૮થી યુકેથી ફરી શ‚ કરી. તેને ભારતીય હવાઈ દળ અને એમ/એસ રીફલાઈટ એરવર્કસ લીમીટેડની સંયુકત ટુકડી દ્વારા ભારત લાવવામાં આવી રહ્યું છે. ભારત તરફની તેની યાત્રા ફ્રાંસ, ઈટલી, ગ્રીસ, જોર્ડન, સાઉદી અરેબીયા, બેહરીન અને ઓમાનમાં રોકાણ કરીને ૨૫ એપ્રિલ ૨૦૧૮ના રોજ જામનગર ખાતે પુરી થશે.

જુના યુદ્ધના ઘોડાનું તેના નવા આવાસમાં સ્વાગત કરવા માટે ડાકોટા ભરતી સમારોહ ૪ મે ૨૦૧૮ના રોજ એર ફોર્સ સ્ટેશન હિન્ડાન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉજવણીમાં ઓઈએમ તરફથી તેમના પ્રતિનિધિઓ, યુકેના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ અને ભારતીય હવાઈ દળના ગૌરવશાળી વરિષ્ઠો કે જેમણે આ ભવ્ય ઉડતા મશીનનું સંચાલન કરેલું છે તેમને આમંત્રિત કરવામાં આવશે. આ પેઢીના એક એરક્રાફટને પુન:નિર્માણ કરાવીને તેને સમગ્ર વિશ્ર્વમાં ફેરવી ભારત લાવવામાં આવી રહ્યું છે તે ભારતીય હવાઈ દળના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના છે. આ એરક્રાફટ આપણી વિન્ટેજ ફલાઈમાં જોડાશે કે જે ૧૯૮૮માં પાલમમાં શ‚ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં વિન્ટેજ ફલાઈટમાં રહેલા હેરીટેજ એરક્રાફટમાં હોવર્ડ અને ટાઈગર મોથનો સમાવેશ થાય છે અને આ સાથે જ તેમાં વિશાળ શ્રેણીના અન્ય સૈન્યના એરક્રાફટને પણ સામેલ કરવાની યોજના છે કે જેઓ આપણા ભવ્ય ભુતકાળનો એક હિસ્સો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.