Abtak Media Google News

દાહોદ જિલ્લામાં 70મા વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી. દાહોદના રાબડાળ ખાતે 4.40 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃત્તિક સૌંદર્યથી છલકાતું આરોગ્ય વન બનાવવામાં આવ્યું છે. આ આરોગ્ય વનમાં 71 જાતનાં 3446 ઔષધિ. રોપાઓ વાવવામાં આવ્યા છે.

જેમાં રૂખડો, નગોડ, મિંઢળ, કાચનાર, આમળો, રાયળ, પરપલીયા, આસીત્રો, બોરસલી, કાઠા ચેરીયુ, ચણોઠી, ફાયકસ, સાગ, હરડે, અંજન, ભુટાકો, કોદાડો, ખડસીગ, પાટલા વગેરે જેવી દુર્લભ ઔધષિય વનસ્પતિઓને ઉગાડવામાં આવી છે. આ ઔષધિય વનસ્પતિઓ અનેક રોગોમાં અકસીર ઇલાજ સમાન છે. અમુક ગંભીર રોગોના આયુર્વેદિક ઇલાજ માટે જે વનસ્પતિની જરૂર પડે છે તેવી ઔષધિય વનસ્પતિઓ પણ અહી ઉગાડવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.