Abtak Media Google News

રિઝર્વ બેંકના પરિપત્ર પર સુપ્રીમનો ચૂકાદો બેંકોને લોન રિક્વરીમાં નુકશાનકારક થવાનો મુડી’ઝનો મત

દેશમાં છેલ્લા થોડા સમયથી બેંકો સાથે લોન ચૂકવવામાં નાદારી જાહેર કરનારા લોનધારકોની સંખ્યા વધી રહી હતી જેથી રીઝર્વ બેંકે ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના એક પરિપત્ર કરીને દેશની તમામ બેંકોને લોન લીધા બાદ ૧૮૦ દિવસોમાં હપ્તા ચૂકવી ન શકનારા લોન ધારકો સામે જપ્તી સહિતની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. આ પરિપત્ર સામે થયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે આ પરિપત્રને લોનધારકો માટે અન્યાયકારી ગણાવીને રદ કરવાનો હુકમ કર્યો છે. જેથી, બેંકોની દબંગગીરીથી ત્રાસી ગયેલા દેશભરનાં લાખો નાના લોનધારકોએ રાહતનો શ્વાસ લીધો છે.

બેંકો જયારે મોટી લોનો આપે છે ત્યારે બેંક અધિકારીઓને આ લોન ધારક લોન ભરપાઈ કરશે કે કેમ? તેની ચિંતા હોય છે. જેથી, આવા મોટા લોન ધારકોને ભાઈસાબ, બાપા કરીને બેંકોના અધિકારી બાકી નીકળતી લોનો ચૂકવવા માટે કલાવાલા કરતા હોય છે. જો કોઈ મોટો લોન ધારક એક લોનના હપ્તા ચૂકવવામાં અસમર્થતા જાહેર કરવા લાગે તો તેને બીજી લોન આપીને પણ આગલી લોનના ચડત હ્પ્તા ભરવા માટે આર્થિક સહાયની મદદ પણ અમુક બેંક અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. જેથી આવા, મોટા લોનધારકો પાસે બેંકોનાં અધિકારીઓ પુંછડી પટપટાવતા હોય તેવીસામાન્ય છાપ લોકોમાં ઉઠવા પામી છે. જેના કારણે આવી મોટી લોનો લેનારા બેંકોનાં પૈસે લીલા લહેર કરે છે.

જેથી, રીઝર્વ બેંકે આવા લોન ડીફોલ્ટરો સામે કડક વસુલી કરવા બેંકોને ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ પરિપત્ર કર્યો હતો પરંતુ આ ૧૮૦ દિવસમાં લોનના હપ્તા ભરવામાં નિષ્ફળ જતા લોનધારકોની મિલ્કત જપ્તી સુધીની કાર્યવાહી કરવાનો આરબીઆઈનો નવો નિયમ સૌથી વધારે નાના લોનધારકો માટે મુશ્કેલી રૂપ બન્યો હતો. નોકરી છીનવાઈ જવાના કે ધંધામાં નુકશાની સહિતના અનેક કારણોસર નાના લોનધારકો ઘણીવખત છ માસ સુધી લોનના હપ્તા ચૂકવી શકતા નથી. જેથી બેંકો અધિકારીઓ આરબીઆઈના નવાનિયમોનો હવાલો આપીને તેમની પર દબંગગીરી કરીને તેમની મિલ્કત જપ્તી સુધીની કાર્યવાહી કરતા અચકાતા ન તા.

આરબીઆઈના આ વિવાદી પરિપત્ર પર સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીબાદ સુપ્રીમ કોર્ટે મંગળવારે આ પરિપત્રને રદ કરવાનો હુકમ કર્યો હતો. જેનાથી, બેંકો દ્વારા આ પરિપત્ર બાદ છ માસ સુધી લોનના હપ્તાની ચૂકવવામાં નિષ્ફળ રહેનારા નાના લોનધારકો પર થતી દબંગગીરી હવે બંધ થશે જેથી નાના લોનધારકો માટે આ આનંદના સમાચાર સાબીત થયા છે. જયારે રેટીંગ એજન્સી મુડીઝે આ ચુકાદા બાદ જણાવ્યું હતુ કે સુપ્રીમ કોર્ટના આ હુકમની દેશની બેંકોમાં ઋણ નકારાત્મકતા વધશે. બિનકાર્યકારી લોનના ઠરાવમાં વિલંબ થવાથી બેંકોની આર્થિક સ્થિતિ બગડશે.

મુડીઝ ઈન્વેસ્ટર્સ સર્વીસે તેની એક સંશોધન નોંધમાં જણાવ્યું છે કે આ ચૂકાદો ભારતીય બેંકો માટે લોન નકારાત્મકતા લાવશે કારણ કે તે મોટા લોનધારકો માટે મુશ્કેલી રૂપ લોન માન્યતા અને લોન ભરવાનાં સંકલ્પને નબળી પાડશે જેનાથી કેટલાક મોટા નોન પફોર્મિંગ લોન્ચ (એનપીએલ)ના રીઝેલ્યુશન પ્રક્રિયામાં વિલંબ કરશે આ ચૂકાદા બાદ બેંકો અને લોન ધારકો વચ્ચે મુશ્કેલી રૂપ લોનોમાં સમાધાન શોધવામાં મુશ્કેલી આવશે ભૂતકાળમાં આવી મુશ્કેલીઓનાં કારણે દેશની લોનની માન્યતા અને રિઝેલ્યુશનને સ્થગીત કરી દીધું હતુ.

જેથી આરબીઆઈના ૧૨મી ફેબ્રુઆરીના પરિપત્રને રદ કરવાના સુપ્રીમ કોર્ટનાં હુકમથી બેંકો પર નકારાત્મક અસર થશે.જયારે બીજી રેટીંગ એજન્સી ક્રિસીલ રેટીંગ્સે આ મુદે જણાવ્યું હતુ કે બેંકોની સંપતિ ગુણવતા પર અસર થશે નહિ કારણ કે મોટાભાગના ત્વરીત લોનને પહેલાથી ઓળખવામાં આવી છે. અને ચૂકાદો તણાવયુકત સંપતિઓને તેમના પોતાના પર ઉકેલવા માટે વધુ લચીલાપણુ અને સમય આપે છે. એજન્સીના સીનીયર ડિરેકટર ક્રિશ્નન સીતારામને વધુમાં જણાવ્યું હતુ કે આપણે બેંકોના ઈનસોલ્વન્સી અને બેંક કરપ્સી કોડનો ઉપયોગ કરીને સંપતિનું નિરાકરણ લાવવા માટે આઈબીસીનો વધારે લચીલાપણુ દાખવવું પડે છે. આઈબીસી બેંકો માટે એક ખૂબજ અસરકારક પદ્ધતિ છે. જેને અદાલતે તેની સંપૂર્ણતા બરકરાર રાખી છે. આરબીસીનાં માધ્યમથી મુશ્કેલી રૂપ ખાતાનો લોનનો પ્રશ્નો ઉકેલવામાં બેંકોને મદદરૂપ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.