Abtak Media Google News

સોખડાની વાડીમાં ૨૧૩૬ બોટલ દારૂ છુપાવ્યો’તો: બુટલેગર પાસેથી બંદુક કબ્જે

સાયલા નજીક આવેલા ધજારા ગામના બુટલેગરે પોતાની સોખડા ગામે આવેલી વાડીમાં વિદેશી દારુનો જંગી જથ્થો છુપાવ્યાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂ ૮.૫૪ લાખની કિંમતના ૨૧૩૬ બોટલ વિદેશી દારૂ અને બંદુક સાથે બુટલેગરની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન એક શખ્સ ભાગી જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધજારા ગામના નાગર સવશી કોળી નામના શખ્સ પોતાની સોખડા ખાતે આવેલી વાડીમાં વિદેશી દારુ મગાવ્યાની બાતમીમાં આધારે પી.એસ.આઇ. ડી.ડી. ચુડાસમા સહીતના સ્ટાફે દરોડો પાડી રૂ ૮.૫૪ લાખની કિંમતની ૨૧૩૬ બોટલ દારુ સાથે ધરપકડ કરી વાડીની ઓરડીમાં તપાસ કરતા તેની પાસેથી બંદુક મળી આવતા તેની સામે હથિયાર ધારાનો અલગ ગુનો નોંધી પુછપરછ હાથ ધરી છે.

દરોડા દરમિયાન નકશી સવશી કોળી ભાગી જતાં તેની શોધખોળ કરવા અને વિદેશી દારુ તેમજ બંદુક કયાંથી લાવ્યો તે અંગેની પુછપરછ માટે નાગર સવશી કોળીને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.