Abtak Media Google News

૨૫,૫૦ અને ૭૫ કિ.મી.એમ ત્રણ કેટેગરી: મ્યુનિ. કમિશ્નર

રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન લાયબ્રેરી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આગામી રવિવારે સવારે ૪:૩૦ વાગ્યે રોલેક્સ સાયકલોફનનું આયોજન કરવામાં આવેલ છે. શહેરીજનો સાઈકલીંગ જેવા નોનમોટરાઈઝડ ટ્રાન્સપોર્ટેશન વિકલ્પ અપનાવે અને પ્રદુષણ ઓછું કરવામાં સહયોગી બને તેવા આશય સાથે રોલેક્સ સાયકલોફ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ભાગ લે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરએ વધુમાં જણાવ્યું હતું કે, આ રોલેક્સ સાયકલોફ્નમાં કુલ ત્રણ પ્રકારના રૂટ પ્રમાણે કેટેગરી રાખવામાં આવેલ છે. એક ૨૫ કી.મી.ની કેટેગરી, બીજી ૫૦ કી.મી.ની કેટેગરી અને ત્રીજી ૭૫ કી.મી. કેટેગરી રાખવામાં આવી છે. જે વ્યક્તિ સમય મર્યાદામાં રેલી પૂર્ણ કરશે તેવા તમામ લોકોનો ડ્રો કરી પુરષ્કાર આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.