Abtak Media Google News

સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી નબળું પડી ‘વાયુ’ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં આજે મોડી સાંજ સુધી નલિયા અને લખપતના કાંઠા વચ્ચે ટકરાઇ લેન્ડફોલ કરશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. હાલ આ સિસ્ટમ ભુજથી દક્ષિણ-પશ્ચિમ દિશાએ 550 કિમી દૂર અરબી સમુદ્રમાં સ્થિર છે. ત્યારે વાયુની જિલ્લાભરમાં અસર વર્તાઈ રહી છે. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે.કંડલાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે.મોજા ઉછળતા જોવા મળ્યા બન્ના, મીઠાપોર્ટ વિસ્તારમાં સાંજે ખાલી કરવા આદેશ લોકોમાં ફરી ઉચાટ ફેલાયો છે.

ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે જણાવ્યું કે આજે સોમવારે આ સિસ્ટમ વહેલી સવારે યુ ટર્ન મારી કચ્છના કાંઠા તરફ ગતિ કરશે. મોડી સાંજ સુધી નલિયા આસપાસ લેન્ડફોલ કરી કાંઠે ટકરાયા બાદ ઉતર ગુજરાતનો કાંઠો પસાર કરી દક્ષિણ રાજસ્થાન પહોંચશે. કચ્છના મોટાભાગના વિસ્તારમાં સંભવત આજે વરસાદી ગતિવિધિ શરૂ થઇ જશે. 45થી 65 કિ.મીની ઝડપે પવન સાથે મધ્યમથી ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદનું પ્રમાણ 3થી 8 ઇંચ સુધી રહેવાની ધારણા છે.

કચ્છમાં એનડીઆરએફની 3 ટીમ નલિયા, ગાંધીધામ અને માંડવીમાં તૈનાત છે. પવન સાથે ભારે વરસાદની આગાહી જોતાં ભુજ ખાતે એનડીઆરએફની વધુ 2 ટુકડીને સ્ટેન્ડ બાય રાખવા સાથે બીએસએફની 2 ટીમને પણ એલર્ટ પર રખાઇ છે. વરસાદની આગાહીના પગલે તંત્ર કોઇ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા સતર્ક હોવાનો દાવો કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.