Abtak Media Google News

સપ્તાહમાં એક દિવસ સાયકલિંગ અથવા ચાલીને આવવાનું યથાવત રાખતા મનપા કર્મચારીઓ

‘ઈન્ડિયા સાઈકલ ફોર ચેન્જ’ ચેલેન્જ અંતર્ગત નાગરિક બેંકની પહેલ: કર્મચારીઓને વ્યાજમુકત લોન આપશે

રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, ચાલીને કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરી હતી જે અંતર્ગત દર શુક્રવારે મનપાના અધિકારીઓ/કર્મચારીઓ ઘરેથી ઓફીસ સુધી સાયકલિંગ કે ચાલીને અથવા માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને આવશે. જેમાં આજે પણ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનર બી.જી.પ્રજાપતિ,  એ.આર.સિંઘ અને  સી.કે.નંદાણી સહિતના અધિકારીઓ/કર્મચારીઓ સ્વેચ્છાએ ઘરેથી ઓફીસ સુધી સાયકલ અથવા તો ચાલીને ઓફીસ આવ્યા હતા. સાથોસાથ શહેરમાંથી પણ અન્ય સંસ્થાઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમ કે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા પોતાના કર્મચારીઓ માટે નવી પહેલ શરૂ કરી છે. જો કોઇ રાજકોટ નાગરિક સહકારી બેંકના કર્મચારી માટે સાયકલ ખરીદી માટે વ્યાજ મુક્ત લોન આપવાનું જાહેર કર્યું છે.

મ્યુનિ. કમિશનરએ આ અંગે જણાવ્યું હતું કે, ટ્રાફિક અને પ્રદુષણને નિયંત્રણ કરવા માટે વધુને વધુ લોકો સાયકલિંગ કરે તેમજ પોતાના સ્વાસ્થ્ય માટે પણ સાયકલિંગ અથવા ચાલવું એક સચોટ સારવાર યુક્ત છે. નિયમિત સાયકલિંગ કરવાથી શરીર તંદુરસ્ત અને નીરોગી બનાવી શકાય છે.  મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને મ્યુનિ. કમિશનરએ અપીલ કરી હતી કે, સપ્યાહમાં એક દિવસ શુક્રવારે ઘરેથી ઓફીસ આવવા  જવા માટે પોતાના વાહનોને બદલે સાયકલ અથવા પૈદલ કે સિટી બસનો ઉપયોગ કરીએ. કર્મચારીઓને અપીલ કરાતાની સાથે મ્યુનિ, કમિશનર શરૂઆત પોતાનાથી જ કરેલ હતી. આજે સવારે ૧૦:૩૦ વાગ્યે પોતાના નિવાસસ્થાનેથી સેન્ટ્રલ ઝોન ઓફીસ સુધી સાયકલિંગ કરીને આવ્યા બાદ પોતાની કામગીરીની શરૂઆત કરી હતી.  ટ્રાન્સ્પોર્ટેશન માટેનો એક સારો વિકલ્પ છે. પર્યાવરણના સંરક્ષણમાં ઉપયોગી થાય છે. સાઇકલિંગ કરનારનું આરોગ્ય સારું રહે છે.

સાઈકલીંગથી મળતા ફાયદાઓ  શહેરમાં જો કોઇ નવી સાયકલ ખરીદી કરે તો તેમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૧,૦૦૦/- સબસીડી આપવામાં આવે છે તેમજ રૈયા ટેલિફોન એક્ષ્ચેન્જ પાસે આવેલ ઉદાસી કૃપા એન્ટરપ્રાઇઝ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ માટે સાયકલ ખરીદી પર સવિશેષ વળતર આપવાનું જાહેર કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.