Abtak Media Google News

ભારતના પાંચ બૉક્સરે અહીં યોજાઈ રહેલી ૨૧મી કોમનવેલ્થ ગેમ્સમાં સેમી-ફાઈનલ તબક્કામાં આગેકૂચ કરવામાં પીઢ મનોજ કુમાર (૬૯ કિલોગ્રામ)એ રમતોત્સવનો પોતાનો બીજો મેડલ નક્કી કરાવી દીધો હતો.

રમતોત્સવમાં પહેલી વાર ભાગ લીધેલ અમિત પંઘાલ (૪૯ કિલોગ્રામ), મોહંમદ હુસામુદ્દીન (૫૬ કિલોગ્રામ), ૧૯ વર્ષીય નમન તંવર (૯૧ કિલોગ્રામ) અને સતીષ કુમાર ક્વૉર્ટર-ફાઈનલ રાઉન્ડમાં વિજયી બન્યા હતા.

હરિયાણાના ૨૨ વર્ષના અમિતે સતત ત્રીજા આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મૅડલ જીતવાના પ્રયાસમાં સ્કોટલેન્ડના અકીલ અહમદને ૪-૧થી સ્પ્લિટ નિર્ણયમાં હરાવ્યો હતો અને નમને સામોઆના ફ્રેન્ક મેસો સામે ૫-૦થી વિજય મેળવી ચંદ્રકોના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. મનોજ અને હુસામુદ્દીનના મુકાબલા અનુક્રમે ઝામ્બિયાના એવરિસ્ટો મુલેન્ગા અને ઑસ્ટ્રેલિયાના ટેરી નિકોલસ સામે થયા હતા, જેમાં હુસામુદ્દીને ૫-૦થી વિજય મેળવ્યો હતો, પણ મનોજે ભારે સંગ્રામ કરવો પડ્યો હતો.

એશિયાઈ રમતોત્સવના કાસ્યચંદ્રક વિજેતા સતીષ કુમારે +૯૧ કિલોગ્રામની હરીફાઈમાં ટ્રિનિડાડ ઍન્ડ ટોબેગોના નાઈગલ પોલને હરાવ્યો હતો.અગાઉ, એમ. સી. મેરી કોમે (૪૯ કિલોગ્રામ) પોતાનો પહેલો રાઉન્ડ જીતી ભારત માટે મેડલ નક્કી કરાવી દીધો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.