Abtak Media Google News

ચીનના ખગોળશાસ્ત્રીએ રજૂ કરેલી બે ચંદ્રની થીયરી અને ચંદ્રના બે મુખનો સંશોધન અહેવાલ નવા અભ્યાસનો વિષય

પૃથ્વીવાસીઓ માટે પ્રિયપાત્ર ગ્રહ ચંદ્રને મામાની ઉપમાં આપવામાં આવી છે. તેની પાછળનું કારણ એકતો ચંદ્ર પૃથ્વી નજીક છે. અને પૃથ્વી જેવો જ દેખાય છે. રાત્રે શીતળ પ્રકાશ આપવામાં પણ ચંદ્રમાનુ યોગદાન છે. પૃથ્વી પર અંધારીયા-અજવાળીયા રાત્રી ચંદ્ર અને ભરતી ઓટમાં પણ ચંદ્રમાનું મહત્વ રહ્યું છે. વળી વૈજ્ઞાનિકોને પર ગ્રહમાં પણ મહત્વનો અનુભવ માટે પર ચંદામામા જ નિમિત બન્યા હતા.

વિશ્વભરના વૈજ્ઞાનિકો અને ખાસ કરીને ચીન ચંદ્રના રહસ્યો ઉજાગર કરવા માટે ખૂબજ મહેનત કરી રહ્યું છે. ત્યારે હવે વૈજ્ઞાનિકો માટે ચંદ્રની દેખાતી સપાટી અને બીજી બાજુની સપાટીના અભ્યાસનો નવો યુગ શરૂ થયો છે. સૌ પ્રથમવારા એપોલોયુગથી ચંદ્રમાના અભ્યાસનો આરંભ થટો હતો.

ગ્રહના અભ્યાસ સંલગ્ન જર્નલમાં ચંદ્રની બે સપાટીનો અભ્યાસ સાર રજૂ કરવામાં આવ્યો છે. ૨૦૧૨માં અ જર્નલમાં ચંદ્રનું મૂળભૂત બંધારણ તથા અંદર અને બહારની સપાટીઓનો અભ્યાસના દરવાજા ખોલ્યા છે. પ્રારંભમાં પૃથ્વી માટે બે ચાંદની પરિકલ્પના કરવામાં આવી છે. જે સમયાંતરે જોડાઈને આજના ચાંદનું રૂપ લઈ લીધું હશે. ત્યાર પછી સુર્ય સાથેના સંકિરણોના સહવાસથી આજના એક ચંદ્રનું રૂપ સર્જાયું હશે.

બાળપણમાં આપરે ચંદ્રમાની ખૂબ વાતો સાંભળી છે. પરંતુ ચાંદનું આ રૂપ હવે મુરજાવા લાગ્યું હોય તેમ નવા અભ્યાસમાં ચંદ્રમાનું ધીરે ધીરે ઓછુ થતુ હોવાનું હકિકત સામે આવ્યું છે.વૈજ્ઞાનિકોએ ચાંદના અભ્યાસ માટે બે અલગ અલગ ભાગના જોડાણનામુદાને લઈ નવેસરથી અભ્યાસ શરૂ  કર્યો છે. ગ્રેઈલ દ્વારા ૩૬૦ કોમ્પ્યુટરોની અધતન લેબોરેટરી સાથે ચંદ્રમાના અસ્તિત્વ સાથે જોડાયેલ નજારો વર્ષની એ ઘટનાના રહસ્યો ઉકેલવાના પ્રયત્નોમાં વૈજ્ઞાનિકોને એ જાણવા મળ્યું કે ૭૮૦ કીમીના વ્યાસ ધરાવતું ચંદ્રનું આ માળખુ ૨૨૫૦૦ કિમી કલાકની ઝડપે ઘુમી રહ્યું છે.

નવા એક અભ્યાસમાં ૭૨૦ કી.મીના વ્યાસવાળી રચના ૨૪૫૦૦ કિ.મીની ઝડપથી પ્રદક્ષિણા કરતી હોવાની થીયરી સાથે ચંદ્રમાના બે મુખનું અસ્તિત્વ સામે આવ્યું છે. ચીનના વૈજ્ઞાનિક જુએ બે ચંદ્રમાની થિયેરી અને ચંદ્રના બે મુખનું અસ્તિત્વનો દાવો વૈજ્ઞાનિકો માટે સંશોધનનું વિષય બન્યું છે. ચંદ્રમાના બે અલગ અલગ ભાગની નવી વ્યાખ્યાથી ચંદ્રમાના અભ્યાસને નવી દિશા મળી છે.ચંદ્રમાના સર્જન પછી ઉભી થયેલી સ્થિતિનો આધુનિક અભ્યાસમાં નરી આંખે દેખાય છે. તે ચંદ્રમા હજારો વર્ષથી અનેક એવા રહસ્યો જે ઉજાગર થયા નથી તેવા રહસ્યોની જાણકારી માટે વૈજ્ઞાનિકોએ શરૂ કરેલા પ્રયાસોમાં ચંદ્રના બે ભાગોની થીયેરી વૈજ્ઞાનિકોને ચંદ્રમના નવા રૂપરંગના અભ્યાસ કરવાની દિશા બતાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.