Abtak Media Google News

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં લોકોને આધ્યાત્મિક જ્ઞાન પીરસાયું

ધ્રાંગધ્રા આયઁ સમાજ મંદિર ખાતે ઋગવેદ પારાયણ મહાયજ્ઞનુ  આયોજન કરાયુ હતુ. ૨૩ડિસેમ્બરથી ૨૯ ડિસેમ્બર સુધી સાંસ્કૃતિક કાયઁક્રમ તરીકે મહાયજ્ઞના આયોજનમાં શહેરના અનેક લોકો હાજરી આપી હતી. આયઁ સમાજ ખાતે યોજાનાર મહાયજ્ઞમાં ૨૩ડીસેમ્બરના રોજ ધ્વજા રોપણ કરી આઠ દિવસ ઋગવેદ મહાયજ્ઞ શરુ કરાયો હતો આ સાથે પારાયણ સ્વરુપે લોકોને આધ્યાત્મિક જ્ઞાન મળે તે માટે વેદોનુ મહત્વ સમજાવ્યું હતુ.

ધ્રાંગધ્રા ખાતે યોજાનાર મહાયજ્ઞમાં આપણા દેશના ભવિષ્યને લાગુ પડતી સમજણ પાઠવવામાં આવી હતી. મહાયજ્ઞ કાયઁક્રમમા અધ્યક્ષ સુરેશચંન્દ્રજી આયઁ દ્વારા આપણા દેશની હરણફાળ પ્રગતિની સાથે યુવાધન બબાઁદી તરફ જતા પાછા વાળવા માટે દરેક લોકોએ પોતાના ઘરમા સાંસ્કૃતિક કાયઁક્રમ રાખવા પર ભાર આપ્યો હતો સાથે પોત-પોતાના વિસ્તારમા થતા કેટલાક સાંસ્કૃતિક કાયઁક્રમોમા પોતાના યુવાન બાળકોને સાથે રાખી જ્ઞાન આપવુ પણ જરુરી સમજ્યું હતુ આપણા દેશના સંસ્કાર અન્ય દેશોમાં પ્રચલીત છે પરંતુ હાલમાં વિદેશી સંસ્કૃતિ ધીરે-ધીરે પગ પેસારો કરતા અટકાવવા માટે દરેક માતા-પિતાએ મહેનત કરવી પડશે તેમ જણાવી હાજર યુવાનો અને ધામીઁક લોકોને વષોઁથી ચાલ્યા આવતા ચાર વેદોનુ મહત્વ સમજાવી દુનિયામાં ચાર વૈદોના જ્ઞાનથી શારીરીક અને માનસિક શક્તિની વૃધ્ધી વિષયે અને વૈદોના જ્ઞાનથી થતા ફાયદો જણાવ્યો હતો. આઠ દિવસથી આ કાયઁક્રમમા છેલ્લા દિવસે યજ્ઞની પુણાઁહુતી સમયે ભાજપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાની ખાસ ઉપસ્થિતિ રહી હતી જેમા તેઓ દ્વારા યુવાધનને વધુ શિક્ષીત બનાવવા માતા-પિતાને અરજ કરી હતી સાથે મોટી સંખ્યામા હાજર શહેરની ધમઁપ્રેમિ જનતાની સાથે યુવાનોની હાજરીથી પોતે  ખુબ પ્રસન્ન હોવાનુ જણાવ્યુ હતુ. કાયઁક્રમમા હાજર મુખ્ય અતિથી આઇ.કે.જાડેજા, ડે.મેયર (ગાંધીનગર)રાજકુમાર ઘાંઘર, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ ધમેઁન્દ્રસિંહ પઢીયાર, કિરીટસિંહ જાડેજા સહિત શહેરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આયઁ સમાજ મંદિરના પ્રમુખ વેલજીભાઇ ચાવડા, કોષાધ્યક્ષ જગદિશ મકવાણા, મંત્રી કિશોરભાઇ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.