Abtak Media Google News

ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમીટેડ દ્વારા ૭૧મી વર્ષગાંઠ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કે.જી.ધોળકિયા સ્કૂલ ઓડિટોરીયમ હોલ ખાતે કલ્ચરલ ઈવનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાન કલાકારોએ સંગીતની રમઝટ બોલાવી હતી. આ વિશે અમદાવાદ રીજનલ મેનેજર એ.એસ.સિસોદિયાએ જણાવ્યું હતું કે ૭૧મી વર્ષગાંઠ નિમિતે બધા જ ડિવિઝનોમાં રકતદાન શિબિરનું આયોજન કરી સમાજ પ્રત્યેના કર્તવ્યનું આહવાન કર્યું હતું અને હવે કલ્ચરલ ઈવનીંગનું આયોજન કરી તેઓ વર્ષગાંઠ ઉજવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.