Abtak Media Google News

આસમાને પહોંચેલા ખોળના ભાવ વચ્ચે ભેળસેળના કારણે પશુ પાલકો ત્રસ્ત: ભેળસેળ બંધ કરાવવા કરાઈ રજૂઆત

ગાય આપણી માતા કહેવાય છે અને કહેવાય છે કે તેમાં ૩૩ કરોડ વાસ છે. હમણા ગૌહત્યા જેવી કેટલી બાબતોને મહત્વ આપીને તેને અનુસંધાનમાં કડક પગલા લેવાયા હતા. પરંતુ આપણે વાત કરીએ ગાયને નાખવાના ખોળની તો અત્યારે તેમાં ભેળસેળને કારણે ગાયને તો નુકશાન ાય જ છે પરંતુ તેના દૂધમાં પણ આનો પ્રભાવ પડે છે.

મનુષ્યના ખોરાકમાં ભેળસેળના કિસ્સાઓ હવે સામાન્ય વાત બની ગઈ છે પરંતુ ઢોરના ખાવાના ખોળમાં પણ ભેળસેળ એ ગંભીર બાબત બની ચુકી છે. સૌરાષ્ટ્ર ખોળ એસોસિએશન પ્રમુખ અવધેશ સેજપાલના કહેવા અનુસાર અત્યાર જે ઢોરને ખવડાવાનો ખોળ આવે છે તેમાં લાકડાનો છોલ, ઉદેપુરની પીળી માટી, ઘઉં, ચોખા, મગફળીના ફોતરા જેવા અનેક ભેળસેળ ાય છે જે ઢોરને નુકશાન પહોંચાડી શકે છે. પરંતુ જો આપણે ગાય કે ભેંસની વાત કરીએ તો તેનું દૂધ આરોગવામાં મોટી માત્રામાં આવે છે પરંતુ આ પ્રકારનો ભેળસેળ વાળો ખોળ ખાવાી તેના દૂધમાં પણ રહેલા પોષ્ટીક તત્ત્વોની માત્રા ઘટી જાય છે.

આ પ્રકારનો ભેળસેળીયો ખોળ મોરબી, ટંકારા, વિજાપુર, કડી, ગોંડલ-શાપર વગેરે જગ્યાએી ભેળસેળ કરીને વહેંચવામાં આવે છે. જેનાી ૫૦ કિલોની એક ગુણીએ ૫૦-૭૫ ‚પિયાનો ભેળસેળ કરનારાઓને ફાયદો ાય છે અને વજન ચોરીમાં પણ ૩ કિલો જેટલો વજન ચોરી ાય છે અને વાત તો ઢોર પાળનારની કરીયે તો અત્યારના ભાવ અનુસંધીને જે ૧૨૦૦ ‚પિયા ૫૦ કિ.ગ્રા.ના છે તેની આપણી વાત કરી તો ઢોર પાળનાર માટે ખુબ મોટો ખર્ચો બની જાય છે અને એમાં પણ જયારે ભેળસેળ વાળો ખોળ હોઈ છે ત્યારે ઘણી વખત આવા ખોળમાં ખીલ્લી પણ આવી શકે છે જેના કારણે ઢોરનું મૃત્યુ પણ ઈ શકે છે અને ખોળમાં ભેળસેળના કારણે દૂધ કવોલીટીમાં ફેર પડે છે જેના કારણે તેઓને નુકશાન ાય છે અને જે લોકો ૨૫ ગુણી લેતા તેમાં ઘટીને ૫ ગુણી કરી નાખી છે. આને અનુસંધીને ખોળ એસોસીએશન આ પ્રકારની ભેળસેળ બંધ કરાવા માંગે છે અને તેને લઈને સરકારને અરજી પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.