Abtak Media Google News

સાયકલીંગ સુખના માર્ગે લઇ જાય છે! હેલ્થ સુખ અને હવે જો ઓપેક વાળા આડા હાલ્યા તો વેલ્થ સુખ પણ..! ગત સપ્તાહે વિયેનામાં યોજાયેલી ઓપેક દેશોની બેઠકમાં સભ્ય દેશોએ ક્રુડતેલના ઉત્પાદનમાં વધારે કાપ મુકવાની જાહેરાત કરીને ક્રુડતેલના કાળા કારોબારમાં ભડકો થાય તેવી ચિનગારી મુકી છે. એક બેઠકના કારણે બ્રન્ટ તેમજ ઠઝઈં એમ બન્ને ક્રુડતેલનાં ભાવમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. ચોથી ડિસેમ્બરે બ્રન્ટ ક્રુડતેલનાં બેરલ દિઠ ભાવ ૬૦ ડોલરની નીચે હતા જે છઠ્ઠી ડિસેમ્બરે વધીને ૬૫ ડોલરે પહોંચવાની તૈયારીમાં હતા. આજ રીતે ઠઝઈં  નાં ભાવ ૫૬ ડોલરે હતા જે વધીને છઠ્ઠી ડિસેમ્બરે ૬૦ ડોલર ભણી આગેકૂચ કરી રહ્યા હતા.

ઓપેકનાં ૧૧ સભ્ય દેશો તથા રશિયા જેવા અન્ય સાથી ૧૦ નોન-ઓપેક દેશોએ ત્રણેક વષથી દોસ્તીનો હાથ મિલાવ્યો છે. આ વખતે પણ સૌએ સાથે મળીને ક્રુડતેલનાં ઉત્પાદનમાં દૈનિક પાંચ લાખ બેરલનો કાપ મુકવાની જાહેરાત કરી છે. યાદ રહે કે ઓપેક મંડળી અગાઉ પણ ૧૨ લાખ બેરલનો ઉત્પાદન કાપ મુકી ચુકી છે. આમ હવે કૂલ કાપ ૧૭ લાખ બેરલનો થશૈ જે કુલ વૈશ્વિક ઉત્પાદનના ૧.૭ ટકા જેટલો ગણી શકાય. આ કાપ આગામી માર્ચ-૨૦૨૦ સુધી યથાવત રાખવાની ઓપેક દેશો જાહેરાત કરી ચુક્યા છે.  ઓપેક દેશો હાલમાં દૈનિક ૨૯૭ લાખ બેરલ ક્રુડતેલનું ઉત્પાદન કરે છે. જે કુલ વૈશ્વિક ઉત્પાદનના ૩૦ ટકા જેટલું ગણી શકાય.  એક જમાનામાં ઓપેક દેશો ક્રુડતેલના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વ પર કંટ્રોલ ધરાવતા હતા પરંતુ જ્યારથી અમેરિકન શેલ કંપનીઓએ ક્રુડતેલનું ઉત્પાદન વધાર્યુ ત્યારથી ઓપકે દેશોનું ખાસ કરીને સાઉદીનું રજવાડું લુંટાયુ છે. વર્ષ ૨૦૧૨ થી અમેરિકન કંપનીઓ દૈનિક સરેરાશ ૧૨૦ લાખ બેરલ ક્રુડતેલનું ઉત્પાદન કરી રહી છે. તેથી હવે અમેરિકન કંપનીઓ જે ગતિએ ઉત્પાદન કરે તેની સામે રણનીતિ બનાવીને ઓપેક દેશો પોતાના આંકડા નક્કી કરતા હોય છે. કારણ કે સાઉદી સહિતનાં મોટા ભાગના અખાતી દેશોની ઇકોનોમી ક્રુડતેલનાં કારોબાર ઉપર નિર્ભર છે.

7537D2F3 7

ક્રુડતેલની દલાલીમાં કાળાં હાથ કરી ચુકેલા નિષ્ણાંતો જણાવે છે કે આગામી દિવસોમાં વિશ્વમાં દૈનિક આઠ લાખ બેરલનો ઓવર સપ્લાય રહેવાનો છે. કારણ કે આર્થિક મંદીના કારણે ખપત મર્યાદિત થઇ છે ઘણા દેશોમાં ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધી રહ્યું છે, સામે અમેરિકા ગમે તે ઘડીએ ઉત્પાદન વધારી શકે તેવી સ્થિતીમાં છે. આવા સંજોગોમાં જો ઓપેક દેશોએ ઉત્પાદન ઘટાડવાની રણનીતી ન બનાવી હોત તો બ્રન્ટ ક્રુડતેલનાં ભાવ જે હાલમાં ૬૦ ડોલરની સપાટીએ રહેતા હોય છે તે ઘટીને ૪૦ થી ૫૦ ડોલરની રેન્જમાં આવી જાત. જે આ દેશોની ઇકોનોમી માટે ઘાતક પુરવા્ર થઇ શકે છે.

દરમિયાન અમેરિકામાં સક્રિય તેલના કૂવાના સાપ્તાહિક રિપોર્ટ આપતી પ્રખ્યાત કંપની બેકર ઐન્ડ હ્યુઝીસનાં આંકડા બોલે છે કે છઠ્ઠી ડિસેમ્બરે સક્રિય તેલના કૂવાની સંખ્યા એક સપ્તાહમાં વધૂ ત્રણનાં ઘટાડા સાથે ૬૬૩ રહી ગઇ છે. જ્યારે ગેસનાં કૂવાની સાથે કૂલ મળીને આ સંખ્યા ૭૯૯ થાય છે.

હાલમાં ઓપેકવાળા અને તેમના મિત્રો નોન-ઓપેક દેશોએ ઉત્પાદન ઘટાડવાની બાહેંધરી તો આપી છે પરંતુ કૂડતેલના વેપાર ઉપર નભી રહેલા દેશો આ વચનને કેટલું પાળે છે તેના ઉપર સૌની નજર રહેશે. યાદ રહે કે આ બેઠકમાં રશિયાના પ્રતિનિધી પણ હાજર હતા તેમણે ક્રુડતેલના ઉત્પાદનમાં કાપ મુકવામાં સહકાર આપવાની ખાતરી આપી છે પણ સાથે જ પ્રવાહી નેચરલ ગેસના ઉત્પાદન બાબતે રશિયાને બાદ રાખવાનું દબાણ પણ કરી ગયા છે. મતલબ કે ક્રુડતેલના ઉત્પાદન બાબતે તેઓ પ્રતિબધ્ધ રહે છે ફણ સાથે જ પોતાની ઇકોનોમીને ટકાવી રાખવા ગેસ ઉત્પાદન અને વેચાણનો વિકલ્પ પોતાના કંટ્રોલમાં રાખવા માગે છે. આવી છટકબારીનો ભરપુર ઉપયોગ ભૂતકાળમાં ઘણા દેશો કરી ચુક્યા છે.

સાઉદી અરેબિયા દૈનિક ૧૩૦ લાખ બેરલના ઉત્પાદન સાથે ઓપકે દેશોમાં પ્રભૂત્વ ધરાવે છે. તે અન્ય નાના દેશોને ઉત્પાદન ઘટાડવાના બદલામાં અન્ય વ્યવસાય દ્વારા આર્થિક મદદની ગેરેંટી પણ આપતું હોય છે. આમ તો ભારતની મંદી જગજાહેર છે. અવા સંજોગોમાં ક્રુડતેલનાં ભાવ જ્યાં સુધી ૭૦ ડોલરની નીચે રહેશે ત્યાં સુધી તો ભારત ટકી શકશે. પરંતુ ત્યારબાદ તકલીફ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.