Abtak Media Google News

રાજકોટ ખાતે આરોગ્ય વિભાગ અને GVK EMRIદ્વારા૬૦૦ થીવધુ લોકોનેફર્સ્ટ રિસ્પોન્ડરની ટ્રેનીગ અપાઈ

કોઈ વ્યક્તિ ને અચાનકહદય રોગનો હુમલો આવે તો તમે શું કરો ? દવા આપશો ? ડોક્ટરને બોલાવશોકેએમ્બ્યુલન્સબોલાવશો? અને ત્યાં સુધી આપણે માત્ર સાંત્વનાકે પ્રાર્થનાજ કરી શકીએ ? અને શ્વાસોશ્વાસ બંધ થઈજાય તો દર્દી મૃત્યુ પામેલ છે તેમ માની લેવું ?નાં… દર્દીના ધબકારા બંધ થઈ જાય કે શ્વાસ લેતો બંધ થઈજાયતો પણ તેને સજીવન કરી શકાય છે. આ માટે સૌ પ્રથમ ૧૦૮એમ્બુલન્સને કોલ કરો અને દર્દી ને સી. પી. આર આપવાનું શરુ કરો. હવે સી. પી. આર એટલે કે  કાર્ડિયો પરમનરી રીસસીટેશન એવી પ્રક્રિયા છે જેના થકી હદય પર સ્ટ્રોક મારવાથી હદયની સામાન્ય કામગીરી બ્લડ સર્ક્યુલેશન  કૃત્રિમ રીતે કરી શકાય છે. હા તેના માટે વ્યવસ્થિત ટ્રેનીંગ લેવી જરૂરી છે તેમ ગુજરાત, રાજકોટ ખાતે ફર્સ્ટ રિસ્પોન્ડર એટલે કે પ્રાથમિક મદદગારની ટ્રેનીગ આપવા માટે આવેલા ડો. જસવંત મકવાણા જણાવે છે.

રાજ્યસરકાર તેમજ જી. વી.કે. ઈ. એમ. આર. આઈ. દ્વારા સોસિયલરીસ્પ્નોન્સીબીલીટીના ભાગરૂપે  કોર્પોરેટ તેમજ સરકારી વિભાગોમાં ફર્સ્ટ રિસ્પોન્ડર અને સી.પી. આર. ની એક દિવસીય ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં ૧૦૮ ઈમરજન્સી સર્વિસ સાથે ટાઈઅપ દ્વારા વિવિધ વિભાગના કર્મચારીઓને હાલ આ ટ્રેનીગ અપાઈ રહી હોવાનું  અનેરાજકોટ ખાતે ૬૦૦ થી વધુ લોકોને એક દિવસીય ટ્રેનીગ આપવામાં આવી હોવાનુંરાજકોટ ખાતે ૧૦૮ વિભાગના પ્રોગ્રામ મેનેજર વિપિન ભેરારિયાએ જણાવ્યું હતું.

માત્ર સી. પી. આર જ  નહી પરંતુ કોઈ અકસ્માત થાય ત્યારે પણ ૧૦૮ એમ્બ્યુલન્સ આવે તે પહેલા આપણે એવું તે શું કરી શકીએ કે વિકટીમનેએટલેકે દર્દીને પ્રાથમિક સારવાર આપી શકીએ અથવા તેમની તકલીફમાં ઘટાડો કરી શકીએ ? સમગ્ર વિશ્વમાં પ્રથમ મદદગાર એટલે કે ફર્સ્ટ રિસ્પોન્ડરની ખાસ તાલીમ આપવામાં આવે છે જેના થકી અનેક લોકોને નવજીવન મળ્યું છે. પ્રાથમિક સારવાર આપવાની ચોક્કસ પદ્ધતિ હોય છે જો યોગ્ય રીતે ના આપવામાં આવે તો તેમની તકલીફ અથવા આજીવન નુકશાન રહી જાય છે તેમજ પ્રાથમિક સારવાર આપનારને પણ નુકશાન થવાની સંભાવના રહેતી હોવાનું ડો. મકવાણા જણાવે છે.

Talim 7ફર્સ્ટ રિસ્પોન્ડરની ટ્રેનીગ આપતા સહાધ્યાયીડો. ઈરફાન વોરા જણાવે છે કે વિદેશમાં પ્રથમ મદદગાર તરીકેની ટ્રેનીંગ કોમન છે. લોકોની જિંદગી મહામૂલી છે ત્યારે કોઈ પણ ઈમરજન્સીમાંયોગ્યમદદ મળી રહે તે અતિ મહત્વનું છે તેમજ પ્રાથમિક સારવાર દરમ્યાન શું કરવા કરતા શું ના કરવું તે અતિ મહત્વનું હોય છે અને આપણા દેશમાં સાંભળેલ જ્ઞાનના આધારે પ્રાથમિક સારવાર આપવામાં આવે છે જે ક્યારેક ગંભીર રૂપ ધારણ કરે છે.અકસ્માત અને એમ્બ્યુલન્સ આવે કે ડોક્ટરની મદદ મળે તે પહેલાનો ૧૦ મિનીટનો સમય અતિ મહત્વનો પ્લેટીનમ સમય હોય છે. જો આ સમય દરમ્યાન હતભાગીને સાચવી લેવામાં આવે તો તેમને જીવતદાન મળી શકે છે

માત્ર હાર્ટ અટેક જ નહિ પરંતુ, પેરાલીસીસનો હુમલો, ગંભીર રોડ અકસ્માત, દાઝી જવું, શ્વાસ ચડવો, ચક્કર આવવા, ગળામાં ખોરાક ફસાઈ જવો જેવી ઈમરજન્સીમાંતાલીમ મેળવેલ પ્રથમ મદદગાર આસાનીથી દર્દીને રાહત આપી શકે છે અને કેટલાક કિસ્સામાં મૃત્યુમાંથીપણ બચાવી શકાય છે.

  • Talim 5પ્રાથમિક સારવાર આપતા પહેલા જરૂરી સજ્જતા…
  • ઇન્ફેકશન ના લાગે તે માટે હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક જરૂરી, જો ના હોય તો પ્લાસ્ટિકની બેગ અને રૂમાલ અથવા દુપટ્ટાનો છેડો
  • જગ્યા સલામત છે કે નહી તે ચેક કરી લેવું
  • સભાન છે કે મૂર્છિત અવસ્થામાં તે જાણવું
  • મૂર્છિત અવસ્થામાં હોય તો શ્વાસ ચાલી રહ્યા છે કે નહી તે જોવું
  • તેને શું તકલીફ થઈ રહી છે તે ખાસ જાણવું

 

  • ઈમરજન્સીમાં શું પ્રાથમિક સારવાર આપી શકાય ?
    • મૂર્છિત અવસ્થામાં હોય તો માથુંઉપર તરફ તેમજહડપચી ઉંચી કરી શ્વાસ લેવાનો રસ્તો (એર-વે) ખુલ્લો કરવો.
    • શ્વાસ ચડ્યો હોય ત્યારે પંપ આપવો તેમજ જૂની દવા આપવી, કપડા ઢીલા કરી નાખવા તેમજ બારીબારણાં ખોલી નાખવા.
    • ગળામાં કઈ ફસાઈ જાય ત્યારે પાછળથી પકડી પેટના ભાગે બંને હાથે આલિંગન કરી મુઠી દ્વારા ઉપરના ભાગે ધક્કો મારવો. નાના બાળકની પીઠ થપથપાવી.
    • નાકમાંથી લોહી નીકળે તો મોઢેથી શ્વાસ લેવડાવી નાક પર કપડું દબાવી દેવું.
    • મધમાખી કરડે ત્યારે ઇન્ફેકશન દેખાય તો તુરંત હોસ્પિટલ ખસેડવા.
    • છાતીમાં દુ:ખાવો ઉપડે ત્યારે દર્દીને હલન ચલન કરવા ના દેવું તેમજ પેઈન કિલર કે ઈનો ના પાવુ પરંતુ તુરંતજ દવાખાને મોકલી આપવાં.
    • ખેચ કે વાય આવે ત્યારે આજુબાજુ ની વસ્તુ દુર કરી માથા નીચે ટેકો મુકવો.દર્દીને રોકવા કે દબાવવું નહી.
    • ઇજા થાય ત્યારે લોહી નીકળતા ભાગ પર સીધું દબાણ આપી લુગડું દબાવી દેવું.
    • એકબાજુ ખસેડતા સ્પાઈન કંટ્રોલમાં રહે તે રીતે માથું પકડી સપાટ વસ્તુ અથવા સ્ટ્રેચર લઈ ખસેડવા
    • સ્ટેબિંગ થાય તે સંજોગોમાં શરીરનો કોઈ ભાગ બહાર આવી જાય તો તે ભાગને તેમજ રહેવા દઈ ભીના કપડાથી ઢાંકી દેવો.
    • કોઈ ધારદાર વસ્તુ શરીરમાં ફસાઈ જાય તો બહાર કાઢવી નહી પરંતુ તે તેજ સ્થિતિમાં રહે અને હલન ચલન નો થાય તેમ કપડાથી બાંધી દેવી.
    • અકસ્માતમાં શરીરનો કોઈ ભાગ છૂટો પડી જાય ત્યારે તે ભાગને કપડાથી ઢાંકી પ્લાસ્ટીકની બેગમાં મૂકી દેવો તેમજ તે બેગને અન્ય બેગમાં બરફ વચ્ચે રાખી દેવી.
    • બોન, જોઈન્ટ કે મસલ ઇન્જરીમાં ફ્રેકચર છે તેમ માની ડોક્ટરનો સમ્પર્ક કરવો.
    • ઇન્જરીમાં હાથ કે પગ નોર્મલ મૂવમેન્ટ નો કરી શકતો હોય ત્યારે જાડા પુંઠાથી બાંધી દેવો.
    • દાઝી ગયેલ વ્યક્તિને જે તે જગ્યા પર પાણી રેડવું, મલાઈ કે માખણ ના લગાડવું

કોઇપણ સંજોગોમાં આટલું ન કરવું જોઈએ…

  • બેભાન(મૂર્છિત) થયેલ વ્યક્તિને ક્યારેય મો ખોલી પાણી નો પીવડાવવું.
  • નાકમાં કોઈ વસ્તુ ફસાઈ જાય ત્યારે આંગળી કે ચીપિયાથી વસ્તુ બહાર કાઢવા પ્રયત્ન નો કરવો.
  • છાતીમાં દુ:ખાવો થાય ત્યારે પેઈન કિલર, સોડા કે ઈનો નો પીવડાવવો
  • ખેચ કે વાય આવે ત્યારે ડુંગળી કે ચપ્પલ નો સુંઘાડવું
  • ઘાયલ વ્યક્તિને હાથ પગ પકડી ટીંગાટોળી કરી ઉપાડવા નહી.
  • તીક્ષ્ણ વસ્તુ શરીરમાં ઘુસી જાય ત્યારે બહાર કાઢવી નહી.
  • દાજી ગયેલ ભાગ પર ફોડલા થાય તેને જાતે ફોડવા નહી.
  • બળી ગયેલ ભાગ પર મલાઈ માખણ જેવા પદાર્થ નો લગાડવા.
  • સાપ કરડે ત્યારે તે ભાગમાં ચેકો મારવો નહી તેમજ ભીષીને બાંધી દેવો નહી.
  • મધમાખી કરડે ત્યારે સોય જેવો ભાગ જાતે કાઢવો નહી.
  • સી. પી. આર કેમ આપવું…

હદય રોગનો હુમલો થાય તે સંજોગોમાં જો હદય બંધ પડી જાય તેમજ શ્વાસોશ્વાસ બંધ થઈ જાય તે સંજોગોમાં સી.પી.આર.દ્વારા કૃત્રિમ રીતે હદયને પુનઃ ધબકતું કરી શકાય છે.

દર્દીને સપાટ જગ્યા પર સુવડાવી છાતી પર બે નીપલ વચ્ચેના ભાગ પર બંને હાથ અંકોડા ભેરવી હથેળી દબાવી સાયકલ મુજબ પ્રેસ કરવાનું. ૩૦-૩૦ ના સ્ટ્રોક પાંચ સાયકલમાં કરવા. પાંચ સાયકલના અંતે ગળા પાસે ધમની ચેક કરવી. જ્યાં સુધી ધબકાર શરુ નો થાય અને ફેફસા ધબકતા નો થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવી. જોઆસપાસમાં એ.ડી.આર. મશીન હોય તો તેનો ઉપયોગ કરી શકાય.

ગંભીર અકસ્માત સમયે કેટલીક તકેદારી રાખવામાં આવે તો દર્દીની સ્થિતિ ગંભીર થતી અટકાવી શકાય છે કે વ્યક્તિની જાન બચાવી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ લોકો પ્રથમ મદદગારની ટ્રેનીગ લે તેવો અભિગમ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે ફર્સ્ટ રિસ્પોન્ડરની ટ્રેનીંગ દરેક પ્રબુદ્ધ નાગરિક લે અને સંકટ સમયે અન્યની જાન બચાવવા મદદ રૂપ બને તે જરૂરી છે.

ઈમરજન્સી સર્વિસ આપતી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને સારવાર મળે તે પહેલા પ્રથમ મદદગારનો રોલ અતી મહત્વનો છે તેમ ટ્રેનીગ આપતા ડોક્ટર્સનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.