Abtak Media Google News

આતંકીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારથી પાંચના મોત

કરાચીમાં પાકિસ્તાન સ્ટોક એક્ષચેન્જ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. સ્ટોક એક્ષચેન્જ બિલ્ડીંગમાં ધુસેલા ચારેય આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. આતંકીઓએ કરેલા ફાયરીંગમાં પાંચ લોકોના મોત થયા છે. કરાંચી સ્ગિત પાકિસ્તાન સ્ટોક એક્ષચેન્જમાં આજે આતંકીઓએ હુમલો કર્યો હતો. સોમવારે સવારે પાકિસ્તાન સ્ટોક એક્ષચેન્જમાં ચાર આતંકીઓ ધુસીગયા હતા અને આડેધડ ફાયરીંગ શરુ કર્યુ હતું.

પાક. મીડિયા એરી ન્યુઝના જણાવ્યા અનુસાર ચારમાંથી બે આતંકીઓને ઠાર કરાયા છે. જો કે બે આતંકી હજુ સ્ટોક એક્ષચેન્જમાં જ છુપાયા છે. આતંકીઓએ સ્ટોક એક્ષચેન્જની ઇમારતના મુખ્ય દ્વારે ગ્રેનેડથી હુમલો કર્યો હતો અને આડેધડ ફાયરીંગ કરતા કરતા બિલ્ડીંગમાં ધુસી ગયા હતા. આ ફાયરીંગમાં એક પોલીસ ઓફીસર તથા એક સિકયોરીટી ગાર્ડ ઘવાયા હોવાના અહેવાલ છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેન્જર્સના જવાનો સ્થળ પર પહોંચી ગયા છે અને સ્ટોક એક્ષચેન્જ આસપાસના વિસ્તારો ખાલી કરાવાઇ રહ્યા છે. ધાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક્ષચેન્જમાં ફસાયેલા કર્મચારીઓને પાછળના દરવાજેથી બહાર કાઢવામાં આવ્યા હતા.

પાક. મીડિયા સાથે વાતચીત કરતા પાક સ્ટોક એક્ષચેન્જના ડાયરેકટર અબીદઅલી હબીબે જણાવ્યું હતું કે સ્ટોક એક્ષચેન્જમાં દુર્ભાગ્ય પૂર્ણ ઘટના બની છે. આતંકીઓ પાકીંગ વિસ્તારમાંથી ધુસ્યા હતા. તમામ લોકો ઉપર ફાયરીંગ કરી રહ્યા છે આતંકીઓએ રેલવે ગ્રાઉન્ડ પાકીંગ વિસ્તારમાં ધુસી સ્ટોક એક્ષચેન્જના મેદાનમાં બહારથી ગોળીબાર કર્યા હતા. કરાંચી પોલીસ વડા ગુલામ નબી મેમણે જણાવ્યું હતું કે એક્ષચેન્જમાં ધુસેલા ચાર આતંકીઓ સિલ્વર કલરની કારમાં આવ્યા હતા ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

બલુચ લીબરેશન આર્મીએ લીધી જવાબદારી

કરાંચી તથા પાક. સ્ટોક એક્ષચેન્જ પર હુમલાની જવાબદારી બ્લુચુસ્તાન લીબરેશન આર્મીએ લીધી છે. બ્લુચીસ્તાન લીબરેશન આર્મીના માજીદ બ્રિગેડે આ આતંકવાદી હુમલો કર્યો હતો. તેમનું કહેવું છે કે તમામ આતંકી સ્ટુસાઇડ બોમ્બર હતા કરાચી પોલીસ અને રેન્જર્સે ચારેય આતંકીઓને ઠાક કર્યા છે.

આતંકીઓએ પોલીસ અધિકારીઓ ઓફ ડયુટીમાં પહેરે તેવા કપડા પહેર્યા હતા

કરાંચી પોલીસ મહાનિર્દેશક (આઇજી)એ જણાવ્યું હતું કે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને તમામ આતંકીઓને ઠાર કરાયા છે. આતંકીઓ પાસેથી મોટા જથ્થામાં હથિયારો દારૂગોળો મળ્યો છે. રેન્જર્સ અને પોલીસ અધિકારી સ્ટોક એક્ષચેન્જ બિલ્ડીંગમાં ધુસી ગયા છે અને તપાસ અભિયાન હાથ ધર્યુ છે. આઇજીએ વધુમાં જણાવ્યું હતું કે હુમલાખોરોએ પોલીસ અધિકારીઓ ઓફ ડયુટીમાં પહેરે છે તેવા કપડા પહેર્યા હતા.

એ.કે. ૪૭ રાઇફલ સહિતના હથિયારો-દારૂગોળો મળ્યો

સીટીડીના રાજા ઉમર ખાબે જણાવ્યું હતું કે આતંકીઓ જે કારમાં આવ્યા હતા તેના માલિકની શોધખોળ કરવામાં આવી રહી છે. આ સાથે સાથે પાકિસ્તાનની એજન્સીઓએ સીસી ટીવી કૂટેજની પણ ચકાસણી શરૂ કરી છે. પોલીસને હુમલાખોરો પાસેથી એ.કે. ૪૭ રાઇફલો,  હેન્ડ ગ્રેનેડ  મેગઝીન તથા અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.