Abtak Media Google News

વિકટ પરિસ્થિતિમાં પણ રાજય અને કેન્દ્ર સરકાર તાયફાઓમાં વ્યસ્ત: બળવંત મણવર

માજી સાંસદ માજી મંત્રી બળવંતભાઈ મણવરે જણાવ્યું છે કે, ચાલુ સાલે સૌરાષ્ટ્રમાં ખુબ જ ઓછા અને અનિયમીત વરસાદને કારણે મુખ્ય પાક મગફળી કપાસ એરંડા સહિતનો પાક નિષ્ફળ ગયેલ છે. વિજળી બજારમાં જણસીના ભાવો પણ પોષણક્ષમ મળતા નથી ગયા વર્ષનો પાકવિમો પણ આપેલ નથી જયાં આપ્યો છે તે છે ખેડુતો લાચાર છે તેઓ ઉપરાઉપરી આવા મારથી કર્જવાન થઈ ગયા છે.

વધુમાં બળવંત મણવરે જણાવેલ છે કે હાલમાં પાક વિમા માટેની કોપ કટીંગની કામગીરી ચાલુ છે તે ખાનગી કંપનીઓને સોંપવામાં આવી છે આવી કંપનીના માણસો સર્વે કરવા જાય તેમાં નદીકાંઠાના પીયતવાળા ખેતરો પસંદ કરે છે જેનાથી ૯૯% ખેડુતોને પાક વિમો નહીં મળે આવી સર્વેની કામગીરીનો ગામડે ગામડે ખેડુતો વિરોધ કરી રહ્યા છે. ચુંટણી પહેલા વચનો આપેલા કે સૌની યોજનાથી સૌરાષ્ટ્રમાં તમામ ડેમો નર્મદાના પાણીથી ભરી આપવામાં આવશે. આ યોજના માત્ર કાગળ ઉપર રહી છે. આવી સ્થિતિમાં ખેડુત વર્ગ માત્ર ચુંટણી પુરતો સીમીત બની ગયો છે. જયારે ચુંટણીઓ આવે ત્યારે ખેડુતો માટે મોટી મોટી યોજનાઓ જાહેર કરે અને જયાં ચુંટણી પુરી થાય ત્યાં તુ કોણ અને હું કોણ હમણા સરકારે ખેડુતો માટે એક યોજના જાહેર કરી જેમાં ખેડુત મરી જાય તો બે લાખ રૂપિયાનું વળતર આપવું આવા બે લાખ રૂપિયા માટે ખેડુતોને શું મરવુ પડે ?

અંતમાં બળવંત મણવરે જણાવેલ છે કે ખેડુતોને પાણી ન મળે વિજળી ન મળે પાકવિમો ન મળે જણસીના પોષણક્ષમ ભાવો ન મળે આવી સ્થિતિમાં ખેડુત શું કરે આપઘાત જ કરે ને બાકી હતું તે ખાતરના ભાવમાં તોતીંગ ભાવ વધારો કરી સરકારે પડયા ઉપર પાટુ માર્યું છે. પોટાસ ખાતરમાં ૨૩૦ અને રાસાયણીક ખાતરમાં રૂ.૬૦નો ભાવ વધારો ઝીંકી દીધો છે. આવી સ્થિતિમાં ખેડુતોની વ્હારે આવવાને બદલે કેન્દ્ર અને રાજય સરકારના વડાપ્રધાન મુખ્યમંત્રી સહિતનાઓ લોકાર્પણ ઉદઘાટન સભા, રેલી સહિતના તાઈફાઓમાંથી નવરા પડતા નથી આવી સ્થિતિ સમગ્ર દેશની છે. દેશભરમાં ખેડુતો આંદોલનો ચલાવી રહ્યા છે ત્યારે સરકાર જો તાત્કાલિક ખેડુતોની વ્હારે નહીં આવે તો ૨૦૧૯ની ચુંટણી ઉપર તેની ચોકકસ અસર પડશે જેનાથી વર્તમાન સરકારને ભોગવવું પડશે તેવું અંતમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.