ગુન્હાખોરી રાજકારણમાં પ્રવેશવી જોઈએ નહીં: સુપ્રીમ

141
Supreme court
Supreme court

ગુન્હેગારોને ચૂંટણી લડવા પર પ્રતિબંધની માંગણી અંગેની સુનવણી

ગુનાહીત આક્ષેપોનો સામનો કરી રહેલા લોકોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ માંગતી જાહેર અરજીની આજે સુપ્રીમમાં સુનવણી કરવામાં આવી હતી. સુપ્રીમે જણાવ્યું હતું કે, ગુનાખોરી આપણા રાજકારણમાં પ્રવેશવી જોઈએ નહીં. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની આગેવાનીમાં પાંચ જજોની પેનલમાં એકે જણાવ્યું કે, કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગવી જોઈએ નહીં અને સંસદના અધિકારોમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. એટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે, આ મુદ્દો સંસદના અધિકારોનો છે, જયાં સુધી આરોપી દોષી સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ જ કહેવામાં આવે છે.

એટર્ની જનરલે જણાવ્યું કે, હત્યાનો આરોપી બંધારણને નહીં માને તેવું માની શકાય નહીં. આ અંગે સુપ્રીમે જણાવ્યું કે તે, ચૂંટણીપંચને સલાહ આપશે. કે આરોપના કયા તબકકામાં પ્રતિબંધ લાદવો જોઈએ સરપ્રદ વાત એ છે કે, આ સુનવાણીમાં વેણુગોપાલે વિરોધ કર્યો હતો. જયારે તેના પુત્ર અને વકીલ કિષ્ણ વેણુગોપાલે અરજીની તરફેણમાં પક્ષ રાખ્યો હતો. આ અંગેની વધુ સુનવણી ૧૪મી ઓગસ્ટે કરવામાં આવશે.

Loading...