Abtak Media Google News

રૂ.૬૭ લાખની કિંમતનું ૧ લાખ લિટર બાયો ડિઝલ સીઝ આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ પાંચ પંપના માલિક સામે કાર્યવાહી

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયેલા વધારાના પગલે વાહન ચાલકો સસ્તી કિંમતના બાયો ડિઝલ તરફ વળ્યા છે. બીજી તરફ બાયો ડિઝલ ભેળસેળ કરી વેચાણ થતું હોવાની ઉઠેલી ફરિયાદના પગલે જિલ્લા તંત્ર દ્વારા જેતપુર, વિરપુર અને ગોંડલ પંથકમાં એક સાથે આઠ બાયો ડિઝલના પેટ્રોલ પંપ પર દરોડા પાડી નમુના લીધા હતા જેમાં પાંચ પેટ્રોલ પંપમાં બાયો ડિઝલ ભેળસેળ યુક્ત હોવાનો એફએસએલનો અભિપ્રાય આવતા પાંચ સામે આવશ્યક ચિજ વસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

જેતપુરના રબારીકા ગામ નજીક યોગીરાજ ટ્રેડીંગમાંથી બાયો ડિઝલના લીધેલા નમુનામાં ભેળ સેળ હોવાના આવેલા અભિપ્રાય બાદ જેતપુર મામલતદાર વિજયકુમાર કારીયાએ યોગીરાજ ટ્રેડીંગના માલિક હિરેન અરવિંદ કોશીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઇ. ખરાડીએ હિરેન કોશીયા સામે આવશ્યક ચિજ વસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી રૂા.૯.૩૮ લાખની કિંમતનું ૧૫,૯૦૦ લિટર બાયો ડિઝલ સીઝ કર્યુ છે.

રબારીકા ચોકડી પાસે આવેલા ગણેશ પેટ્રોલિંમમાં માલમતદાર વિજયકુમાર કારીયાએ દરોડો પાડી રૂા.૧.૫૧ લાખની કિંમતના ૩૪૦૦ લિટર બાયો ડિઝલ સીજ કરી ગોંડલના મનિષ રમેશ કાનાણી સામે ફરિયાદ નોંધાવી છે.

વિરપુર નજીક કાગવડ ચોકડી પાસે શ્રી પવન બાયો ડિઝલમાંથી રૂા.૨ લાખની કિંમતનું ૪ હજાર લિટર બાયો ડિઝલ મળી રૂા.૭.૨૫ લાખનો મુદામાલ સીઝ કરી જેતપુરના શોયેબ સલીમ સોલંકી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કાગવડ પાસેના શ્રી પરશુરામ એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડી રૂા.૫.૪૪ લાખની કિંમતનું ૯૯૦૦ લિટર બાયો ડિઝલ, ટેન્ક સહિત રૂા.૬.૨૦ લાખનો મુદામાલ સીજ કરી ગીરીશ હરસુખ ઠાકર સામે ગુનો નોંધ્યો છે.

ગોંડલના નવા માકેર્ટીંગ પાસે રાજ ટ્રેડીંગમાં મામલતદારે દરોડો પાડી રૂા.૨૧.૫૪ લાખનું બાયો ડિઝલ સહિતનો મુદામાલ સીઝ કરી ગોંડલના દર્શન કિશોર રૈયાણી સામે ફરિયાદ નોંધાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.