પોલીસ તંત્ર સામે બેફામ બનેલી રિપબ્લિકની એડિટોરિયલ ટીમ સામે ગુનો

બોલબચ્ચન રિપબ્લિકની જેમ ગરિમા ચુકી જનાર માધ્યમો માટે ટકવું મુશ્કેલ: ચોથા સ્તંભ ઉપર આંગળી ચીંધાય તે પહેલાં ‘સમજણ’ કેળવવી પડશે

દેશમાં માધ્યમો એટલે કે મીડિયા અને ચોથો સ્તંભ ગણવામાં આવે છે. લોકોનો અવાજ તંત્ર સુધી પહોંચાડવા અને તંત્રની બેદરકારીને લોકોની સામે લાવવા માટે ચોથો સ્તંભ અગત્યનો ભાગ ભજવે છે અલબત્ત, જ્યારે ચોથા સ્તંભ એટલે કે મીડિયાની ભૂલ હોય ત્યારે તેને કેવી રીતે સમજાવી શકાય આ પ્રશ્ન મોટો છે. જોકે જ્યારે મીડિયા પોતાની ગરિમા ચુકે ત્યારે મીડિયા પોતે જ પોતાને સમજીને મર્યાદામાં રહેવાનું પસંદ કરે તે જરૂરી છે તાજેતરમાં જ દેશની એક ટોચની ટીવી ચેનલના એન્કરે બેફામ વાણીવિલાસ કરતા મીડિયાની સમજદારી ઉપર સવાલ ઉઠ્યા હતા. ત્યારબાદ ટીઆરપી કાંડ સામે આવ્યા બાદ મામલો વધુ બીચકયો હતો.મીડિયાની મર્યાદા અંગે ઘણી વખત પ્રશ્નો ઉઠી ચુક્યા છે. આ પ્રશ્નોનો ઉકેલ મીડિયા પોતેજ આપે તે જરૂરી છે. તંત્ર અથવા લોકો આવી બાબતોમાં મીડિયાની સામે પડશે તો વિશ્વાસનીયતાનો ભયંકર પ્રશ્ન ઉભો થશે. તાજેતરમાં જ ઇન્દોરના લોકસ્વામી અખબાર બેદરકારીના આક્ષેપ સાથે તંત્રે લીધેલા પગલાંથી મીડિયાએ પોતાની સીમા સમજવી જરૂરી છે.

ફેક ટીઆરપી કેસમાં ઝડપાયેલા રિપબ્લિક ટીવીની સમસ્યાઓ વધી રહી છે. મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીની સંપાદકીય ટીમ સામે પણ કેસ નોંધ્યો છે. મુંબઇ પોલીસના કર્મચારીઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો આરોપ કેસ કરાયો છે. એન.એમ.જોશી માર્ગ પોલીસે રિપબ્લિકની સંપાદકીય ટીમ વિરુદ્ધ પોલીસ એક્ટ ૧૯૨૨ ની કલમ ૩ (૧) અને આઈપીસીની અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે. ફરિયાદી સબ ઇન્સપેક્ટર શશીકાંત પવારે પોતાની ફરિયાદમાં રિપબ્લિક ટીવીના ડેપ્યુટી એડિટર સાગરિકા મિત્રા, એન્કર શિવાની ગુપ્તા, ડેપ્યુટી એડિટર શવન સેન, એક્ઝિક્યુટિવ એડિટર નિરંજન નારાયણસ્વામી અને અન્ય સંપાદકીય કર્મચારીઓના નામ લીધાં છે. ફરિયાદ અનુસાર મુંબઇ પોલીસ કર્મચારીઓમાં પરસ્પર અશાંતિ ફેલાવા પ્રસારણ કર્યું હતું. આનાથી મુંબઈ પોલીસની બદનામી પણ થઈ છે.

એફઆઈઆરમાં જણાવાયું છે કે શશીકાંત પવાર ૨૨ ઓક્ટોબરના રોજ સાંજે ૭ વાગ્યે રિપબ્લિક ટીવી જોઈ રહ્યા હતા. તે જ સમયે, ’સાંજનો સૌથી મોટો સમાચાર’ ફ્લેશ થયું હતું. શોમાં એન્કર શિવાની ગુપ્તાએ પૂછ્યું, ’શું મુંબઈ પોલીસે પરમબીર (પોલીસ કમિશનર) વિરુદ્ધ બળવો કર્યો છે? તે પ્રકારના સમાચાર ફેલાવ્યાં હતા. ફરિયાદમાં જણાવાયું છે કે એન્કરે પરમબીર પર આરોપ લગાવ્યો હતો કે તે મુંબઇ પોલીસના નામને કલંકિત કરી રહ્યો છે અને પોતાના અંગત હિતો માટે કામ કરતો હતો.

Loading...