Abtak Media Google News

બે સંતાન ધરાવતા બિલ્ડર શખ્સે યુવતી સાથે મૈત્રી કરાર કરી જાતિય શોષણ કર્યું

અમરેલી તાલુકા કોંગ્રેસના આગેવાન અને પીઢ નેતાના પુત્ર તા જાણીતા બિલ્ડરે પોતે બે સંતાનનો પિતા હોવા છતાં યુવતી સો મૈત્રીકરાર કરીને વારંવાર બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુધ્ધના કૃત્ય માટે મજબુર બનાવતા ભોગ બનેલી યુવતીએ પોલીસ મકે ફરિયાદ નોંધાવી છે.

મુળ અમરેલી અને હાલમાં મુંબઈ રહેતી ભોગ બનનારી યુવતીએ પોલીસ મકે જાહેર કરેલી વિગતો મુજબ અમરેલીના મોટા ગોખરવાળા ગામના માજી સરપંચ, તાલુકા કોંગ્રેસના પીઢ આગેવાન બાલા શંભુ કરિથીયાના પુત્ર અને જાણીતા બિલ્ડર એવા દિપક બાલાભાઈ કરિથીયાએ આજી ૧૦ વર્ષ પહેલા યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને પોતે પરણેલો અને બે સંતાનનો પિતા હોવા છતાં મૈત્રી કરાર કર્યો હતો અને ઉપપત્ની તરીકે રાખી હતી. દિપક આ યુવતી સો વારંવાર શારીરિક સબંધ બાંધતો હતો અને તેણીને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરવા પણ મજબૂર કરતો હતો. આજી ૧૦ વર્ષ પહેલા આ યુવતી અમરેલીમાં આવેલી આ બિલ્ડરની ઓફિસમાં કામ કરતી હતી અને ત્યાં આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી.

વારંવાર લગ્નની લાલચ આપી લગ્ન કરવાના બદલે પોતાને પત્ની હોવા છતાં મૈત્રીકરાર કર્યો હતો. દિપકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સાસરે છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપી અમરેલીનો જાણીતો બિલ્ડર અને રાજકીય નેતાનો પુત્ર હોવાથી ભોગ બનનારી યુવતીએ બે મહિના પહેલા પોલીસને ફરિયાદ આપી હોવા છતાં એફ.આઈ.આર. દાખલ કરવામાં આવતી ન હતી. ત્યારે નવા એસ.પી.આવતાની સાથે જ એફ.આઈ.આર. દાખલ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.