Abtak Media Google News

યુવા ખેલાડી રિષભ પંતનો દબદબો, કેટેગરીમાં સમાવેશ: પ્લસ કેટેગરીમાં વિરાટ, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહનો સમાવેશ

બીસીસીઆઈએ નવા વર્ષમાં કોન્ટ્રાકટો જાહેર કર્યા છે.જેમાં વર્તમાન સમયમાં પોતાની બેટીંગથી ક્રિકેટ જગતમાં ધુમ મચાવનાર રિષભ પંતને કોન્ટ્રાકટ એ-ગ્રેડ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૧૮-૧૯ સીઝન માટે તેમને ૫ કરોડ રૂપિયા આપવામાં આવશે. આ વર્ષે ૩ ખેલાડીઓને એ પ્લસ ગ્રેડ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વન-ડેના બલ્લેબાજ રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો આ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણેયને વાર્ષિક ૭-૭ કરોડ આપવામાં આવશે.

ગ્રેડ-એમાં આ વર્ષે ૧૧ ખેલાડીઓને સ્થાપ આપવામાં આવ્યું છે ત્યારે ૪ ખેલાડીઓને અંતર્ગત રૂ.૩ કરોડ આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રેડ-સીમાં ૭ ખેલાડીઓને ૧-૧ કરોડ રૂપિયા અપાશે. ભારતમાં સ્પોર્ટસ એટલે કે માત્ર ક્રિકેટ ગણવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો છે.

ભારતમાં હોય કે પછી પ્રિમીયર લીગ હોય ખેલાડીઓને લોકોનો પ્રેમ મળે છે ત્યારે વાર્ષિક ધોરણે સારૂ પ્રદર્શન કરી ક્રિકેટપ્રેમીઓના દિલ જીતનારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું સફળ પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓને બિરદાવવા તેને વિવિધ કેટેગરીમાં સ્થાન આપવામાં આવે છે.

૨૧ વર્ષીય યુવા ખેલાડી રીષભ પંતે પોતાની તાબડતોબ બેટીંગથી સૌ કોઈને પોતાની આવડતનું આગવું પ્રદર્શન કર્યું છે. ગત વર્ષે રીધીમાન સહાને આ જગ્યા મળી હતી. ત્યારે ઈંગ્લેન્ડમાં તેમણે શાનદાર ટેસ્ટ સેન્ચ્યુરી કરી હતી. આ ઉપરાંત તેણે સીડનીમાં પણ ૧૫૯ રન બનાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.