Abtak Media Google News

રાજકોટ શહેરની ખુબ જ જાણીતી સ્પોટર્સ એકેડમી ડો.અર્જુનસિંહ રાણા સ્પોર્ટસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા એક ખાસ સન્માન સમારોહ કાર્યક્રમ યોજી રાજકોટની દિવ્યાંગ મુક-બધીર બાળકો માટેની શૈક્ષણિક સંસ્થાના ક્રિકેટ રમતવીરોનું સન્માન ખુબ જ ગરિમાપૂર્વક કરવામાં આવ્યું હતું.

ડો.અર્જુનસિંહ રાણા દ્વારા ક્રિકેટ રમતવીરો રાઠોડ કિંજલ, મહેતા હેતલ, ભોગેશરા ગીતા, રોજાસરા વિલાસ, સોલંકી અંકિતા, હાડા રંજન, ગુજરાતી ઘનશ્યામ, મકવાણા સાગર, સિદ્ધપુરા પ્રદીપ, કડીવાર નાજીલ, કોટડીયા કૃણાલ, જોષી ઋષિ, સૈયદ ઈનાયતશા, જોશી ધવલ તથા કોચ રાજુભાઈ ખોખરનું પ્રમાણપત્ર, ટ્રોફી, વગેરેઆપી સન્માન કરવામાં આવ્યું.

શાળાના આચાર્ય કશ્યપભાઈ પંચોલીના માર્ગદર્શન હેઠળ વિરાણી બહેરા મુંગા શાળામાં સીઝનબોલથી પ્રેકટીશ કરતા આ રમતવીરોની પ્રવૃતિ નિહાળી ડો.અર્જુનસિંહ રાણા સ્પોર્ટસ ફાઉન્ડેશને ખુશી વ્યકત કરી અંતરની શુભેચ્છા પાઠવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.