Abtak Media Google News

૫૯ વર્ષની વયે હૃદય હુમલો આવતા જોન્સે અંતિમ શ્વાસ લીધા

હાલ આઈપીએલની ૧૩મી સીઝન ચાલુ છે ત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડિન જોન્સનું ૫૯ વર્ષની ઉંમરે હૃદય હુમલો આવતા ઓચિંતી ચીર વિદાય લીધી છે. ડિન જોન્સ આઈપીએલના બ્રોડકાસ્ટ સેટઅપ માટે મુંબઈ આવેલા હતા જયા તેઓને ઓચિંતો અટેક આવતા તેઓએ જીવ ગુમાવ્યો હતો. ડિન જોન્સ અંગે જો વાત કરવામાં આવે તો ૯૦ના દાયકામાં ઓસ્ટ્રેલિયા ટીમમાં વન ડાઉન બેટસમેન તરીકે ટીમનો આધારસ્તંભ હતા. તેઓ આઈપીએલ કોમેન્ટ્રીની સાથે વિવિધ ચેનલોમાં પણ ક્રિકેટ સંબંધિત શોનું સંચાલન કરતા નજરે પડતા હતા. એલન બોર્ડરની શુકાની હેઠળ અપરાજીત મનાતી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં ડિન જોન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા. હાલમાં જે આઈપીએલ ચાલુ છે તેમાં કોમેન્ટ્રી આપી રહેલા ડિન મેર્વીન જોન્સ એ.એમ. મુંબઈની સેવન સ્ટાર હોટલમાં કોરોના સંબંધિત બાયોસિકયોર બબલની સુરક્ષામાં હતા જયાં તેઓને હાર્ટ એટેક આવતા તેઓનું અવસાન થયું હતું.

મેલબોર્નમાં જન્મેલા ડિન જોન્સે ટેસ્ટ કેરીયરમાં ૩૦૦૦થી પણ વધુ રન કર્યા છે જયારે ૧૬૪ વન-ડે રમી તેઓએ ૬૦૬૮ રન કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. ક્રિકેટમાં તેઓ વન-ડેમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકે પણ તેમનું નામ પ્રસ્થાપિત થયું છે. આઈપીએલના બ્રોડ કાસ્ટર સ્ટાર ઈન્ડિયાએ ડિન જોન્સની વિદાય અંગે ભારે શોક વ્યકત કર્યો હતો. હાલ સ્ટાર ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન હાઈકમિશન સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને જરૂરીયાત મુજબની વ્યવસ્થા પણ ગોઠવવા માટે હાલ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. ડિન જોન્સ અંગે વાત કરવામાં આવે તો દક્ષિણ એશિયામાં ક્રિકેટને પ્રોત્સાહિત અને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ કાર્યો પણ કર્યા છે. ડિન જોન્સ નવોદિત ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમનામાં રહેલું કૌશલ્યને બહાર લાવવા માટે ઘણીખરી મહેનત પણ કરેલી છે. તેમની કોમેન્ટ્રીના કારણે અનેક ક્રિકેટ રસિકોને તરફ ક્રિકેટ તરફ ઝુકાવ્યા છે. ૧૯૮૬માં ડિન જોન્સ ભારત સામે ટેસ્ટ મેચ રમવા મદ્રાસ આવેલા હતા જયાં તેઓએ ૨૧૦ રનનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. જે રન હજુ સુધી કોઈપણ ઓસ્ટ્રેલિયાના બેટસમેનો દ્વારા સર કરવામાં આવ્યો નથી. ડિન જોન્સે ઓસ્ટ્રેલિયા તરફથી ૧૬૪ વન-ડે રમેલા હતા જેમાં સરેરાશ ૪૪.૬૧ની એવરેજ સાથે ૬૦૦૦થી વધુ રન કર્યા છે. ભારતના નામાંકિત ખેલાડીઓ જેવા કે રવિ શાસ્ત્રી, શિખર ધવન, ઈરફાન પઠાણ, જીમી નિશંક, આઈપીએલની ફ્રેન્ચાઈઝી ટીમ જેવી કે ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબે ભારે શોક વ્યકત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.