રાજકોટમાં છવાયો ક્રિકેટ ફિવર: ભારત-બાંગ્લાદેશની ટીમનું આગમન

116

હોટલ ફોર્ચ્યુન અને ઈમ્પિરીયલ પેલેસ ખાતે બન્ને ટીમના ખેલાડીઓનું શાહી સ્વાગત: એરપોર્ટ અને હોટલ બહાર સ્ટાર ક્રિકેટરોની ઝલક મેળવવા ક્રિકેટપ્રેમીઓ ઉમટયા: કાલે બન્ને ટીમો કરશે નેટ પ્રેક્ટિસ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આગામી ૭મી નવેમ્બરના રોજ રમાનારા બીજા ટી-૨૦ મેચ માટે આજે બપોરે ભારત અને બાંગ્લાદેશની ટીમનું રાજકોટમાં આગમન થતાંની સાથે જ શહેરમાં જબરદસ્ત ક્રિકેટ ફિવર છવાયો છે. હોટલ ફોર્ચ્યુન અને ઈમ્પીરીયલ પેલેસ ખાતે બન્ને ટીમના ખેલાડીઓનું કુમકુમ તિલક અને હારતોરા સાથે પરંપરાગત રીતે શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના મનગમતા સ્ટાર ખેલાડીઓની એક ઝલક પામવા માટે એરપોર્ટ અને હોટલની બહાર ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. હોટલ પર જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આવતીકાલે અને બુધવારના રોજ સવારના સેશનમાં બાંગ્લાદેશની ટીમ જ્યારે બપોરના સેશનસમાં ભારતની ટીમ નેટ પ્રેક્ટિસ કરશે.

રાજકોટમાં ૭મીના રોજ રમાનારા શ્રેણીના બીજા ટી-૨૦ મેચ માટે આજે બપોરે દિલ્હીથી ચાર્ટડ ફલાઈટમાં ભારત અને બાંગ્લાદેશની ટીમનું રાજકોટમાં આગમન થતાંની સાથે જ રાજકોટ ક્રિકેટમય બની ગયું છે. દિલ્હી ખાતે ગઈકાલે રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતનો પરાજય તાં હવે શ્રેણી બચાવવા રાજકોટની મેચ મહત્વપૂર્ણ બની ગઈ છે. બાંગ્લાદેશની ટીમ રાજકોટની મેચ જીતી શ્રેણી ફતેહ કરવા માટે મરણીયુ બનશે તો બીજી તરફ રોહિતની આગેવાનીમાં ભારતીય ટીમ પણ શ્રેણી સરભર કરવાના બુલંદ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી હોટલ ફોર્ચ્યુન ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. જ્યાં સુકાની રોહિત શર્મા અને કોચ રવિ શાસ્ત્રી માટે ખાસ સ્યુટ બનાવવામાં આવ્યા છે. ટીમને વેલકમ કરતી કેક પણ બનાવવામાં આવી છે અને ખેલાડીઓને ભાવતા ભોજનીય પીરસવા માટે ખાસ પ્રકારનું મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે બાંગ્લાદેશની ટીમને યાજ્ઞીક રોડ પર આવેલ હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. આજે બપોરે બન્ને ટીમો એરપોર્ટ પર આવી પહોંચી છે જ્યાંથી બસ મારફત હોટલ ખાતે પહોંચી હતી. હોટલ મેનેજમેન્ટ દ્વારા બન્ને ટીમોના ખેલાડીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના આગમનના કલાકારો પૂર્વે જ હોટલ અને એરપોર્ટની બહાર ક્રિકેટરસીકોની ભીડ ઉમટી પડી હતી. ટીમનું આગમન થતાંની સાથે જ ક્રિકેટરસીકોએ ચીચીયારી બોલાવી દીધી હતી. પોતાના સર્મકોને સ્ટાર ખેલાડીઓએ અભિવાદન પણ ઝીલ્યું હતું. રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, કૃણાલ પંડ્યા, યજુવેન્દ્રસિંહ ચહલ સહિતના સ્ટાર ખેલાડીઓની ઝલક પામતા ક્રિકેટપ્રેમીઓ ઉત્સાહિત થઈ ગયા હતા.

આવતીકાલે સવારે ૧૦થી ૧ વાગ્યા સુધીના સેશનમાં બાંગ્લાદેશની ટીમ જ્યારે ૨થી ૫ કલાક સુધી ભારતની ટીમ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે. બુધવારે પણ બન્ને ટીમો આ જ સીડયુલમાં નેટમાં પરસેવો પાડશે. ૭મી નવેમ્બરના રોજ સાંજે ૭ કલાકે બીજો ટી-૨૦ મેચ રમાશે. રાજકોટ ખાતે અત્યાર સુધીમાં રમાયેલા બે ટી-૨૦ મેચમાં એકમાં ભારતની જીત થઈ જયારે બીજામાં ભારતે પરાજયનો સામનો કરવો પડયો છે. બાંગ્લાદેશને પરાસ્ત કરી ભારત શ્રેણી સરભર કરે તેવી આશા ક્રિકેટ રસીકો રાખી રહ્યાં છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન ફોર્ચ્યુન હોટેલના એકિયુકયુટીવ હાઉસ કિપર લલીત ટાંકે જણાવ્યું હતું કે ફોર્ચ્યુન હોટેલ ખાતે ટીમ ઇન્ડીયા ત્રીજી વખત આવી રહી છે. અને અમને તેમની મેજબાની કરવાનો મોકો મળ્યો છે. રુમની બાબતમાં હાઇજીનનો ખુબ જ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ખાવા-પીવામાં પણ તેમને શું ગમે છે શું નહીં તેમનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે.

એકિયુકયુટીવ  હાઉસ કિપરની અંદરની તમામ વ્યવસ્થા પૂર્ણ રુપથી બહુ સારી રીતે ઘ્યાનમાં રાખી રુમને ત્રણથી ચાર દિવસના ઓબઝરવેશન માં રાખી તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં હાઇજીન લેવલની ખુબ જ ઉંચા સ્તરે ઘ્યાન રાખવામાં આવી છે. તેઓ ત્રીજી વખત આવી રહ્યા છે. ત્યારે તેમના ફીડબેક મુજબ તેમને ઉતારો ખુબ જ ગમે છે. તેમનો ખુબ જ સારો પ્રતિસાદ રહ્યો છે. સ્યુટ રુમમાં રોહીત શર્મા રહેશે. તેમના માટે ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી. જેમ કે ઇન્ટરનેટ સ્પીડ, બેસવાની વ્યવસ્થા કોઇ ગેસ્ટ આવે તો તેમના માટે ખાસ વ્યવસ્થા ગોઠાવાયેલ છે.

અહિયા વિરાટ કોહલી, મહેન્દ્રસિંઘ ધોનીપણ આવી ચુકયાં છે. તેઓનો પણ ખુબ જ સારો ફિડબેક હતો કે વ્યવસ્થા સ્કયુરીટી વ્યવસ્થા પણ ખુબ જ સારી હોય છે. કોઇપણ પ્રકારનું ડીસ્ટર્બન્સ નથી અહીંયા ઘર જેવો જ માહોલ ફીલ કરીએ છીએ. તેમને દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

કરણસિંહ ચૌહાણ મેનેજર, ફુડ એન્ડ એવરેજીસ અમારી હોટલમાં ભારતીય ક્રિકેટ ટીમ ત્રીજીવાર આવી રહી છે. પાછલી બે વખત અમને તેમની યજમાનગતિ  માણવાની તક મળી હતી. અમે ટીમના ક્રિકેટરોની પસંદગીના આધારે જેમના માટે ફુડની વ્યવસ્થા કરીએ છીએ અમે આ વખતે રાજકોટનું સ્થાનીક ગુજરાતી કાઠીયાવાડી ફુડને વધારે હાઇલાઇટ કર્યુ તે પરંતુ જેમાં ખાસ ઘ્યાન રાખ્યું છે. ઓછું તેલ, ઓછું તીખું બને ઉપરાંત દરેક ક્રિકેટરો માટે તેમના મનભાવતા ફુડની વ્યવસ્થા કરવામાં આવી છે.  ક્રિકેટરોને તેમના નવરાશના સમયમાં ટેબલ ટેનીસ, ચેસ ઉપરાંત ફિલ્મ જોવા માટે પ્રોજેકટર સહીતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમના રુમમાં પણ ડાયફુટ, ભારતીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ફુટ પણ રાખવામાં  આવ્યા છે તેમના વેલકમ ડીન્કસમાં નાળીયેરના બેઇઝ વાળુ ડ્રીન્કસ આપવામાં આવ્યું છે.

ગત વખતે પણ તેમનો અહીં અનુભવ બહુ જ સારો રહ્યો હતો. આ વખતે ટીમમાં વિરાટ, ધોની નથી પરંતુ આ વખતે કેપ્ટન રોહિત શર્મા છે તેમનો ગત વખતે વિરાટનો રુમ હતો તે રોહિતને આપવામાં આવ્યો છે. રાજકોટની લાગણીને ઘ્યાનમાં રાખીને અમો હોટલમાં નોનવેજ ફુડ બનાવતા નથી. પરંતુ તેમને નોનવેજ ફુડ ખાવું હોય તો તેમના ટીમ મેનેજર વ્યવસ્થા કરે છે. ભારતીય ટીમ માટે ઇન્ટરનેશનલ કક્ષાનું ફુડ ઇન્ટરનેશનલ કક્ષાના ફ્રેશ શાકભાજીમાંથી બનાવવામાં આવ્યું છે. ધોનીને પનીર ટીકા ખુબ પસંદ પડયું હતું. જયારે રોહિતને વેજીટેબલ દાળ ખુબ જ પસંદ છે. આમ, દરેક પ્લેયરની પસંદગી અલગ અલગ હોય તે મુજબ ફુડની મેનું રાખ્યું છે.

ભારતીય ટીમનું મેનુ

સુપ: ક્રિમ બ્રોકોલી

સ્ટાટર: કોર્ન કબાબ, ડ્રેગન પોટેટો

સલાડ: ગ્રીન સલાડ, બ્રોકન વીડ સલાડ, ચીઝ ટોમેટો સલાડ, મસ્ટર્ડ હર્બ પોટેટો સલાડ, રીંગ વેજીટેબલ સલાડ, ફૂટ સલાડ, એપલ મીન્ટ કુલ પ્લો સલાડ, સ્ક્રીપ્ચી સ્પીનચ કોન સલાડ, ગ્રીક સલાડ, અજવાઈન કચુબર સલાડ

મેઈન કોર્સ: દાલ એ પાલક, સ્ટીમ રાઈસ, સબ્ઝ દિવાની હાંડી, સેવ ટમેટાનું શાક, કોલી ફલાવર મોર્ન

ડેઝર્ટ: કપ કેક, પાઈનેપલ મોસ, બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી, બસબુસા, ચોકલેટ ડ્રાય કેક

સ્વીટ: કેસર ફીરની, ગુલકંદ બરફી, ચેના ટોસ્ટ, ચમચમ અને મીકસ હલવા

બાંગ્લાદેશની ટીમનું મેનુ

રાઈસ પુડીંગ, રાઈસ કેક, વેજીટેબલ સ્પાસી ફૂડ, સુકતો વી સરસો ઓઈલ, ઢોકર દાલ, બેન્ગન ભાજા વી લોંગ સ્ટ્રીપ, આલુ પુસ્તો, પોટલ બાઝા, ચીનર બાઝા, ખલેલ બાઝા, મસ્તી દહીં, મસ્ટર ફલેવર બેઇઝ, આલુ પરાઠા, ઢોકળા, ખારી સહિતનું અન્ય ગુજરાતી બ્રેક ફાસ્ટ

Loading...