Abtak Media Google News

ખેલાડીઓ દ્વારા બોર્ડની આવક, ટેન્ડરો, બોર્ડ કાઉન્સીલની મીટીંગ સહિતની વિગતો માહિતીના અધિકાર હેઠળ જાણી શકાશે

ક્રિકેટ બોર્ડમાં સ્કેમ, ફિકસીંગ જેવા અહેવાલો અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. ભારતીય ક્રિકેટમાં કરોડોનો સટ્ટો રમાય છે ત્યારે ક્રિકેટ બોર્ડમાં પારદર્શકતા લાવવા કેન્દ્રીય સુચના આયોગે ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈને હવે માહિતીના અધિકારના ધારાધોરણો મુજબ કામ કરવાનો આદેશ કર્યો છે.

હવે ક્રિકેટ બોર્ડમાં ચાલી રહેલી દરેક પ્રવૃતિઓ અંગે બોર્ડે લોકોને જવાબ આપવા પડશે. કેન્દ્રએ બીસીસીઆઈને બે અઠવાડિયાની અંદર જ રાઈટ ટુ ઈન્ફોરમેશનમાં સમાવવાનું કહ્યું છે માટે હવે ક્રિકેટની ગતિવિધીઓ અંગે પણ ઓફલાઈન-ઓનલાઈન માહિતીની અરજી કરી શકાય છે. માહિતીના અધિકાર મુજબ બીસીસીઆઈની દરેક મીટીંગ, બોર્ડના રોજેરોજના આયોજનો અંગે માહિતી મેળવી શકાશે.

બોર્ડના દરેક ટેન્ડર અને આરપીએફની માહિતી, તમામ દેશોમાં રમાયેલી મેચોમાંથી ખેલાડીઓ અને ક્રિકેટ બોર્ડની આવક, નિવૃત ખેલાડીઓ માટે બીસીસીઆઈની કલ્યાણકારી યોજના તેમજ આઈપીએલ કાઉન્સીલની મીટીંગની વિગતો પબ્લીક રહેશે તો ખેલાડીઓની ઈજા અને તેની રિહેબ પ્રોસેસ, સિરીઝના અંતમાં ટીમ મેનેજરનો રીપોર્ટ, ખેલાડીઓની વ્યકિતગત વિગત આ તમામ માહિતી રાઈટ ટુ ઈન્ફોર્મેશન અંતર્ગત જાણી શકાશે નહીં. આર.આઈ.આઈ.નાં પ્રવેશ બાદ ક્રિકેટ બોર્ડને નેશનલ સ્પોર્ટસ ફેડરેશન અંતર્ગત આવરી લેવાશે માટે બીસીસીઆઈની વિગતો હવે ખાનગી રહેશે નહીં. કમિટી મીટીંગ સહિતની માહિતી જાહેર રહેશે.

આ અંગે બોર્ડના વરિષ્ઠ સભ્યએ કહ્યું હતું કે, આ નિર્ણયથી કમિટીના તમામ મુદાઓ નેશનલ કિબેટ બની જશે અને પ્રાઈમ ટાઈમમાં ટીવી ચેનલોને મસાલો મળશે. બીસીસીઆઈમાં રાઈટ ટુ ઈન્ફોર્મેશનની અમલવારીને કારણે પણ બોર્ડના બે ફોટા પડયા છે. હવે બીસીસીઆઈને આરટીઆઈ હેઠળ આવરી લેવાતા હવે ક્રિકેટમાં પારદર્શકતા આવશે કે પછી રહસ્યો ખુલશે તે આવનારો સમય જ દર્શાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.