આઈપીએલના પ્લે ઓફ અને ફાઈનલ શેડયુલની જાહેરાત કરતું ક્રિકેટ બોર્ડ

૫ થી ૧૦ નવેમ્બરે દુબઈ અને અબુધાબીમાં આઈપીએલનો ખરાખરીનો જંગ  મહિલા ટી-૨૦ ચેલેન્જ અંતર્ગત ૪ થી ૯ નવેમ્બર સુધી ચાર મેચ રમાશે: હરમનપ્રીત, સ્મૃતિ અને મિતાલી મેદાને

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-બીસીસીઆઈ દ્વારા સંયુકત અરબ અમિરાતમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રિમીયર લીગ-આઈપીએલના ૧૩માં સત્રના પ્લેઓર્ફ અને ફાઈનલનું શેડયુલ જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ ફાઈનલ મેચ પાંચ થી દસ નવેમ્બર દરમિયાન દુબઈ અને અબુધાબીમાં યોજાશે. ટુર્નામેન્ટનો પ્રથમ કવોલિફાયર મેચ પાંચ નવેમ્બરના રોજ દુબઈમાં રમાશે.

જયારે બીજો કવોલિફાયર ૮ નવેમ્બરે અબુધાબીમાં યોજાશે તો આ વચ્ચે ૬ નવેમ્બરે એલિમિનેટર અબુધાબીમાં જ રમવામાં આવશે. અગાઉથી જ જાહેર કરાયા મુજબ ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭:૩૦ વાગ્યે રમાનાર છે.

આઈપીએલનું પ્લે ઓફ અને શેડયુલ

૫ નવેમ્બર:- કવોલિફાયર-૧ (દુબઈ)

૬ નવેમ્બર:- એલિમિનેટર (અબુધાબી)

૮ નવેમ્બર:- કવોલિફાયર-૨ (અબુધાબી)

૧૦ નવેમ્બર:- ફાઈનલ (દુબઈ)

બીસીસીઆઈ દ્વારા મહિલા ટી-૨૦ના કાર્યક્રમ જારી

હાલ, ઈન્ડિયન પ્રિમીયર લીગ-આઈપીએલની ૧૩મી ટુર્નામેન્ટ ચાલી રહી છે જેની ફાઈનલ મેચ ૧૦મી નવેમ્બરે યોજાનાર છે જેની તાજેતરમાં બીસીસીઆઈએ જાહેરાત કરતાની સાથે મહિલા ટી-૨૦ ચેલેન્ઝનું શેડયુલ પણ જારી કર્યું છે. આ ટુર્નામેન્ટ અંતર્ગત કુલ ચાર મેચો યોજાશે. જે ૪,૫,૭ અને ૯ નવેમ્બરના રોજ યુએઈના શારજાહ ખાતે યોજાશે. આ ટુર્નામેન્ટમાં સુપરનોવાઝ, ટ્રેલબ્લેજર્સ અને વેલોસિટી ટીમ મેદાને ઉતરશે જેના કેપ્ટન ક્રમશ: હરમનપ્રીત કૌર, સ્મૃતિ માંધાના અને મિતાલી રાજ છે. ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગલાદેશ અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ ભાગ લેશે.

Loading...