Abtak Media Google News

તમામ કલાકારોને આવતા દિવસોમાં વીમા પોલિસી, હેલ્થ કાર્ડ, માં અમૃતમ કાર્ડ સહિતની સરકારી સુવિધાઓ એસોસિએશન દ્વારા પહોચાડાશે

કિર્તીદાન ગઢવી, સાંઈરામ દવે, માયાભાઈ આહિર, ઓસમાણમીર, હેમંતભાઈ ચૌહાણ, બિહારી દાન ગઢવી, રાજેન્દ્ર હેમુ ગઢવી, રાજભા ગઢવી, દેવાયત ખવડ અને બ્રીજરાજદાન ગઢવી સહિતના તમામ કલાકારો એક સહમત થઈ સંગઠન સાથે જોડાયા

કલા જગત વર્ષોથી અસંગઠિત ક્ષેત્ર ગણાય છે. ભલે કલાકાર પોતે એક સંસ્થા જેટલો વજનદાર હોય આગ લાગે ત્યારે કૂવો ખોદવાની વૃત્તિથી કયારેક ભવિષ્યના પ્લાનિંગથી દૂર રહેનાર કલાકાર ભીડ પડીએ મુશ્કેલીઓ મુકાય છે. પોતાના સ્વ. વિચારો અને બળથી લોકડાઉન દરમિયાન અનેક લોકોને મદદ કરનાર સૌરાષ્ટ્રની ઓળખ સમા કલાકારો કિર્તીદાન ગઢવી, સાંઈરામ દવે, માયાભાઈ આહિર, ઓસમાણ મીર, હેમંતભાઈ ચૌહાણ, બ્રીજરાજ ઈશરદાન ગઢવી જેવા સૌરાષ્ટ્રના દિગ્ગજો કલાકારો માટે એકમત સહમત થઈ એક વિચારથી જોડાઈ સંગઠન માટે સહ નિર્ણીત થયા છે. સૌ દિગ્ગજો એ પોત પોતાના સ્વબળે કલાકારો ને મદદ કરી છે. પણ જો સાથે મળીને કરીએ તો કદાચ ભવિષ્યમાં કલાકારોએ કયારેય મેડીકલ એજયુકેશન આફત વેળાએ કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે એ વાત યોગ્ય દિશામાં કાર્ય કરવા એકજુજ થયા છે. સૌરાષ્ટ્રના તમામ કલાકારોએ કોઈપણ હોદો સ્વીકારવાની સવિનય ના કહી માત્ર મદદ કરવાનો ઉદેશ રાખ્યો છે. ઉપરોકત તમામ નામાંકીત કલાકારોને વિશેષ નિમંત્રિત સભ્ય તરીકે સન્માનીય સ્થાન અને સત્તા અપાઈ છે.

સૌરાષ્ટ્રની કાર્યકારી સમિતિમાં સર્વ પરેશ પોપટ, નયન ભટ્ટ, રાહુલ મહેતા, હિતેષ ઢાકેચા, વિરલ રાચ્છ, સુનીલ પટેલ, વિરાંગ, ત્રિવેદી, મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા તથા તેજસ શીશાંગીયા સંગઠનની જવાબદારી નિભાવી રહ્યા છે. સંગીત, ઓરકેસ્ટ્રા, લોક સંગીત, શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત નાટય ક્ષેત્ર, બેક સ્ટેજ આર્ટીસ્ટ, સાઉન્ડ સીસ્ટમ ઓનર્સ, હેલ્પર, નૃત્ય જગત અને ઈવેન્ટ ક્ષેત્રને સાંકળી સૌરાષ્ટ્રભરનું સૌથી મોટુ સંગઠન નિર્માણ થયું છે. જેમાં સૌરાષ્ટ્રના દરકે જિલ્લામાં પ્રતિનિધિઓની નિમણુંક થઈ રહી છે.

સંસ્થાના ઉદેશ્યમાં સર્વ પ્રથમ એ છે કે કયારેક કોઈ સરકાર કે સંસ્થાના વિરોધીનાં બનતા માત્ર કલાકાર હિત સર્વોપરી રહેશે. જેમાં કલાકારોને ભવિષ્યમાં વીમા પોલીસી, હેલ્થ કાર્ડ, માં કાર્ડ તથા સરકારી સુવિધાઓ પણ આપવામાં મદદરૂપ થનાર છે. સંસ્થા પોતે જ કલાકારોને મદદ કરવા સંગઠીત થઈ છે. કલાકારોનું સ્વાભિમાન જળવાઈ અને કોઈ પાસે હાથના ફેલાવે એ માટે સંસ્થા પોતે હાથ લંબાવે છે. એક મોટી રકમ એકત્ર કરી સૌરાષ્ટ્ર આર્ટીસ્ટ એસોસીએશન દરેક ક્ષેત્રના કલાકારો સુધીપહોચાડવા કટીબધ્ધ છે.

સૌરાષ્ટ્રની નવી ઓળખ બનવા કલાકારોને સંગઠીત કરવા, આફત વેળાએ એક અવાજ એક મત બની મજબુત સૌરાષ્ટ્ર આર્ટીસ્ટ એસોસીએશન દ્વારા કલા ક્ષેત્રની સૌથી મજબુત અને મોટી સંસ્થા બનવા તરફ પ્રથમ પગલુ માંડયું છે. આ પત્રકાર પરિષદનું આયોજન જીલ એન્ટરટેઈનમેન્ટ એન્ડ મીડીયાના નીલેશ શીશાંગીયા દ્વારા કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.