Abtak Media Google News

ટાંટિયા ખેંચનું અને પક્ષાંતર કરાવીને સરકારોને તોડવાનું શું અનૈતિક નથી?

સંસદીય લોકશાહી શાસન પધ્ધતિ પર એક પછીએક કૂઠારાઘાતનું રાજકારણ આપણે ત્યાં બનાવાયું છે. અને લગભગ ઘર કરી ગયું છે શ્રી બાવળિયાથી એટલે કે રાષ્ટ્રના મોડેલ રાજયનો દાવો કરવામાં આવી રહ્યો છે તે ગુજરાતથી ગોઝારો આરંભ પામીને કર્ણાટક સુધી પહોચેલું આવું રાજકારણ સરવાળે તો ઝેરનાં ઘૂંટડા સમુ અને અનૈતિકાને પોષવા જેવું છે. આવી હલકટાઈ લોકશાહીમાંથી પ્રજાના વિશ્વાસને ડગમગાવશે અને તે વિદ્રોહ કરવા પ્રેરાય એટલો શિથિલ કરી દેશે.

આમ પણ આપણો દેશ એકાધિકારવાદ અને આપખુદ શાહીના રંગે રંગાતો રંગાતો તાનાશાહીનું સ્વરૂપ પામ્યો હોવાની બૂમરાણ લગભગ તમામ ક્ષેત્રે ઉઠી ઉઠી રહી છે અને છિન્નવિછિન્નતા લોકશાહીના સ્વાસ્થ્યને ગીધના હાથ મોંમા જેમ બગલો ચૂંથાય તેમ ચૂંથાતી રહી છે. એકતાનાં હાડચામ ચૂંથવાનો જાણે કયાંક જબરો પ્રપંચ ચાલી રહ્યો છે. અને આ દેશના બીજા અપ્રછન્ન ભાગલાની બેહૂદી ભૂમિકા સર્જી રહ્યો છે. સત્તાભૂખ્યા અને રાજગાદી ભૂખ્યા શાસનકર્તાઓને તેમની સ્વાથાંધતામાં કશું દેખાતું નથી… આમ પણ બુધ્ધિ બગડેલા સમાજને અને રાષ્ટ્રને કશું જ પાતક નજરે પડતું નથી !

માત્ર ભારતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના ચૂનંદા અને તદ્દન મૌલિક દર્શન શાસ્ત્રી આચાર્ય રજનીસ-ઓશોએ વર્ષો પહેલા એવો મત દર્શાવ્યો હતો કે, ભારત માટે બધી જ રીતે યોગ્ય હોય એવા લોકોની સંયુકત સરકાર જ આદર્શ તેમજ ઉપકારક બની શકશે. વર્તમાન પક્ષીય ઢાંચો નિરર્થક અને નિષ્ફળ જ નીવડશે !

આખા વિશ્વની માનવજાત સંપૂર્ણ પણે સુખી થાય અને તે એક જ કુટુંબનું નિરાળુતેમજ નિરાળુ સ્વ‚પ પામે એવું કરવા શું શું કરવું જોઈએ અને કઈ કઈ રીતે બદલાવ લાવવો જોઈએ એને લગતા સૂચનોનો એક ઐતિહાસીક મુસદ્દો મોકલવા ‘યુનો’ની ખાસ કમિટીએ વિશ્ર્વભરના સર્વોચ્ચ દર્શનશાસ્ત્રી-ચિંતકો અને બૌધ્ધિકોને નિમંત્રણ આપ્યું હતુ તેમાં ભારતના જે કૃષ્ણમૂર્તિને શ્રી રજનીશનો સમાવેશ થયો હતો.

આવા મહાન દર્શનશાસ્ત્રીએ ભારતના સ્થિતિ સંજોગો અને પરિસ્થિતિને અનુલક્ષીને કરેલા આ સૂચનને તદ્ન અવગણના એના કરતાં એના વિષે રાષ્ટ્રીય ચર્ચા કરવાનું અને એ ચર્ચાના નિષ્કર્ષને આપણી શાસન પ્રક્રિયામાં જોડવું ડહાપણભયુર્ં લેખાશે !

આપણા દેશનું રાજકારણ અને તેની આર્થિક, વિદેશ સંબંધી, ઘર આંગણાની નીતિ (ગૃહપ્રધાનને સ્પર્શતી નીતિ, સંરક્ષણ નીતિ, શિક્ષણનીતિ વગેરેમા આપણો દેશ, તેની સરકાર ગોટે ચડયા છે. સારા અને સાચા સલાહકારોની અહી ખોટ પ્રવર્તે છે.

જોકે સૌથી મોટી ખોટ તો દેશદાઝ અને દેશભકિતની છે. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતા અને મધમીઠા છે. આ મંત્રનો સદંતર લોપ થયો છે. સંમોહક દેખાવ કરવામાં આપણા રાજપુરૂષો પાવરધા છે. ભાષણખોરીમાં પણ પાવરધા છે. સહુને ભ્રમિત કરે એવા શબ્દભંભોટિયા છે. પણ ‘કર્મયોગ’ અને પ્રમાણિક પરિશ્રમમાં છેલ્લી પાટલીયે જ શોભે એવા ‘ઠોઠ’ હોવાની છાપ ઉપસાવે છે.

રાજાઓનાં રાજા અને હમણાના રાજ વચ્ચે આમ જનતામાં સરખામણી થવા લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ સરખામણીની ભીતરમાં અપશુકનનો ધૂમાડો ધુંધવાય છે. લોકશાહી શાસનમાં પ્રજા રાજાશાહીને યાદ કરે અને તે પણ તેની વિકરાળ નારાજી, હતાશા, હાડમારીઓની હારમાળા અને ગેરશાસનની બળતરાને કારણે યાદ કરે એ સનસનીખેજ નહિ તો બીજું શું ગણાય?

ઓશો રજનીશનો શાસનલક્ષી મત અહી અર્થપૂર્ણ બને જ ! રાજસત્તા અને ધર્મસત્તા એમ બંને નિષ્ફળ ગયા હોવાનો પુન રૂચ્ચાર અહી કરવો જ પડે તેમ છે.

ઓશોએ એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે, હાલના ધર્મો અને જેમના તેમ રાખીને આપણે સાંપ્રત કાળને અનુરૂપ, એટલે કે દેશની અને સમાજની વર્તમાન હાલતને ધ્યાનમાં રાખીને એક જ નવાજ ધર્મની કોઈ સ્થાપના કરે તો એ ઉપકારક બને ખરો?

અહીં ઉંડો વિચાર કરીએ તો આપણે બધા જ હિન્દુઓ એ વાતને સ્વીકારીએ છીએ કે, પૃથ્વી એમની જ છે કે જે જીવતા છે. મરેલાનો એની સાથે કોઈ સંબંધ રહેતો નથી, કોઈ હકક કે અધિકાર પણ રહેતો નથી !

ભારતના બંધારણ વિષે પણ આ વાત એટલી જ લાગૂ પડે છે.

ભારતના વર્તમાન બંધારણની પૂન: સમીક્ષા કરવાનો અને તેમાં આવશ્યક ‘નવાજૂની’ કરવાનો સમય પાકી ગયો હોવાનો મત ચોમેર પ્રવર્તે છે !

જો કે આ બંને સૂચનો જબરી વૈચારિક ખેંચતાણ સર્જવાનો સંભવ છે. રાષ્ટ્રીય ચર્ચા વિના આ અંગે કશો જ નિર્ણય લેવો કઠિન છે, અને સર્વસંમતિ વગર આનાં વિષે નિર્ણય લેવાનું શકય પણ નથી અને સલાહભર્યું નથી.

અંગ્રેજી કેલેન્ડરનું ૨૦૧૮નું વર્ષ કાળના ગર્ભમાં વિલીન થઈ ચૂકયું છે. અને ૨૦૧૯ના વર્ષના છ મહિના વિતી ચૂકયા છે.

સમય અત્યંત ચૂપકિદીથી મનુષ્યના હાથમાંથી સરકી રહ્યો છે.

આરંભ અને અંતના નિયતિચક્ર વચ્ચે અવનવા ખેલ ખેલાઈ રહ્યા છે. દૂનિયા તૂફાન મેઈલ સમી છે. એમાં કોઈ આવે છે, ને કોઈ એના મુકામ આવી જતા મુસાફરની જેમ જતા રહે છે. જવાનું સુનિશ્ર્ચિત છે. હરિનો ખેપિયો ગમે તે ઘડીએ આવી પહોચે છે, અને વસુંધરામાંના ડેરા-તંબુને ઉપાડી લેવાનો તથા વસુંધરાના મુકામને વધાવી લેવાનો તકાદો કરે છે..

મનુષ્યજીવન ક્ષણભંગુર છે. એને સમેટતા વાર લાગતી નથી. મૃત્યુ સર્વકાંઈ આંચકી લે, છીનવી લે, લૂંટી લે, નેખેલ ખલાસ થાય છે!

પતિ, પત્ની, માનવદેહ, ધન, પદ, પ્રતિષ્ઠા, રૂપ, યૌવન, અને માલમિલ્કત પળવારમાં ખૂંચવાઈ જાય છે.

આ એક સચ્ચાઈ છે.

આ શાશ્વત સત્ય છે. પરંતુ આજની સગવડો સુવિધાઓ અને સુખ સંપત્તિની આળપંપાળે જીવનયાત્રાને ભ્રષ્ટ કરી છે, અને ઈશ્વર જ સર્વસ્વ છ એનું ભાન ભૂલાવ્યું છે.

આ બધુ સમભાવ પૂર્વક વિચારવું જ પડે અને ઘતા ‘પરિવર્તન’ની દિશામાં આગેકૂચ કરવી જ પડે એ નિર્વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.