Abtak Media Google News

રાજકોટ જિલ્લા પાસ ક્ધવીનરોની રાજયપાલને રજૂઆત: ગુનો દાખલ કરવાની માંગ

હાર્દિક પટેલના આગામી આંદોલનને લઈને ભાયાવદરમાં ૧૨૦૦ જેટલા પાટીદારોની બેઠક મળી

મગફળી કૌભાંડની તપાસ અર્થે ઉચ્ચસ્તરીય કમિટિ બનાવવામાં આવે આ કમિટીમાં વિપક્ષ નેતાને પણ સ્થાન આપવામાં આવે તેમજ કૌભાંડકારો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રાજકોટ જિલ્લાનાં પાસ અગ્રણીઓએ રાજયપાલ સમક્ષ રજૂઆત કરી છે.

રાજકોટ જિલ્લા સહ ક્ધવીનર નયન જીવાણીએ રજૂઆતમાં જણાવ્યું કે અનામત આંદોલનમાં ઘણા પાટીદાર સમાજના યુવાનોએ પોતાનો જીવ આપીને શહીદી વહોરેલ હતી. આવા નાજુક અને સંવેદનશીલ સંજોગોમાં સરકાર તરફથી પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિકપ ટેલ સામે લાગણીહીન થઈને રાજદ્રોહનો ગુનો દાખલ કરેલ છે.

તાજેતરમાં પાટીદાર સમાજને અનામતનો લાભ અપાવવા માટે હાર્દિક પટેલ તા.૨૫ ઓગષ્ટથી આમરાંત ઉપવાસ પર ઉતરીને આંદોલન ચલાવવાના છે. તે અંગે ભાયાવદર શહેરના પાટીદાર સમાજમાં તા. ૭ના રાજે પાટીદાર સમાજના લોકોની રાખવામા આવેલ મીટીંગમાં આ ચાલુ થનાર અનામત આંદોલનમા સહભાગી થવાની સાથે સાથે તાજેતરમાં આશરે કરોડોનું મગફળી કૌભાંડ ખુલ્લુ પડી રહ્યું છે. તેમાં એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવીને વિપક્ષના નેતાઓને સાથે રાખીને ન્યાયના હિતમાં તટસ્થ રીતે તપાસ કરાવી જે લોકો આ કૌભાંડમાં સામેલ છે.

તેઓની સામે કોઈ પણ જાતની શેહ શરમ રાખ્યા વગર આ કૌભાંડકારો સામે રાજયની પ્રજાના ટેકસના પૈસા તે ગુજરાત રાજયની સંપતી ગણીને રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા આજની મીટીંગમં હાજર ભાયાવદર શહેર તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારનાં મહાનુભાવો રાજકોટ જિલ્લાના પાસના સહ ક્ધવીનર નયનભાઈ જીવાણી જિલ્લા પાસના મહિલા ક્ધવીનર રેખાબેન સીણોજીયા, ઉપલેટા પાસના જતીનભાઈ ભાલોડીયા મુન્નાભાઈ, વિપુલભાઈ કોલકીના ચંદુભાઈ જાગાણી, દિપકભાઈ ચાંગેલા, સાજડીયારીના સરપંચ હરીભાઈ ફળદુ, તાલુકા પંચાયતના સદસ્ય નવીનભાઈ દલસાણીયા અરણી ગામના પાસના મનીષભાઈ પંકજભાઈ તેમજ ભાયાવદર શહેરના પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો સહિત આશરે ૧૨૦૦ જેટલા પાટીદાર ભાઈઓ અને બહેનોએ પોતાના હાથ ઉંચા કરીને સર્વાનુમતે ઠરાવેલ છે.

ન્યાયના અને પ્રજાના હિતમાં ઉચ્ચ સ્તરીય કમિટી બનાવીને વિપક્ષના નેતાઓને સાથે રાખીને તટસ્થ અને ન્યાયી તપાસ કરાવી કૌભાંડકારો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.