આજીથી મવડી તરફ જતી પાઇપલાઇનમાં ભંગાણ: અડધા રાજકોટમાં પાણી વિતરણ ખોરવાતા દેકારો

હુડકો હેડ વર્ક્સ હેઠળ આવતા વોર્ડ નં.૧૪,૧૫,૧૬,૧૭,અને ૧૭માં ૧૦ કલાક વિતરણ મોડું પુનિતનગર હેડ વર્ક્સ હેઠળના  વોર્ડ નં. ૧૧ અને ૧૨ના અનેક વિસ્તારોને  પાણી ન અપાયું

આજી ફિલ્ટર પ્લાન્ટથી મવડી તરફ  પાણી પહોંચાડતી ૮૬૩ એમ.એસ.ની પાઇપલાઇન ગઈકાલે રાત્રે આજી નદીના પૂલ નીચે ભંગાણ સર્જાતા આજે અડધા રાજકોટમાં વિતરણ વ્યવસ્થા ખોરવાતા  દેકારો બોલી ગયો હતો.હુડકો હેડ વર્કસ હેઠળ આવતા પાંચ વોર્ડમાં નિર્ધારિત સમય કરતા ૧૦ કલાક પાણી વિતરણ મોડું કરવામાં આવ્યું હતું. જ્યારે  પુનિતનગર હેડ વર્ક્સ હેઠળના વોર્ડ નંબર ૧૧ અને ૧૨ના અનેક વિસ્તારોમાં આજે પાણી વિતરણ કરવામાં આવ્યુ ન હતું.તો વોર્ડ નંબર ૧૦ અને ૧૩મા પણ ૧૨ કલાક વિતરણ મોડું કરવાની ફરજ પડી હતી.

આ અંગે  કોર્પોરેશનના ઇજનેરી સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજી ડેમથી મવડી તરફ જતી ૮૬૩ એમએસની પાઈપલાઈન ગઈકાલે રાત્રે  આજી ડેમ ડાઉન સ્ટ્રીમ પાસે નેશનલ હાઈવે પર આજી નદીના પુલ નીચે ભંગાણ સર્જાયું હતું. રાત્રે અંધારાને કારણે રિપેરિંગની કામગીરીમા ભારે સમસ્યા ઉભી થવા પામી હતી.આ ઉપરાંત નદીના પટમાં પાઈપલાઈન તૂટી હોવાના કારણે અહીં ૧૫ થી ૨૦ ટ્રેકટર માટી નાખી જમીન કોરી કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ જે જગ્યાએ પાઈપલાઈન તૂટી હતી તે જમીન ખોદવામાં આવી હતી.૭ થી ૮ કિલોમીટરની લાંબી લાઇનમાં ભંગાણ સર્જાવાના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ  થયો હતો. ૧૭ કલાકની મહા મહેનત બાદ  આજે બપોરે ૧ વાગ્યે પાઇપલાઇન રીપેરીંગનું કામ પૂરું થયું હતું.પાઈપલાઈન તૂટવાને કારણે આજે હુડકો હેડ વર્ક્સ હેઠળ આવતા વોર્ડ નંબર ૧૪,૧૫, ૧૬,૧૭ અને અને ૧૮ માં જ્યાં વહેલી સવારે ૪ વાગ્યાથી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં બપોરે બે વાગ્યે પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ પાંચે વોર્ડમાં નિર્ધારિત સમય કરતા અંદાજે ૧૦ કલાક મોડું વિતરણ કરવામાં આવતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો.આ ઉપરાંત પુનિતનગર    હેડ વર્ક્સ  હેઠળ આવતા વોર્ડ નંબર ૧૧ અને ૧૨ના અનેક વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ રાખવાની ફરજ પડી હતી. જ્યારે જે વિસ્તારોને પાણી આપવામાં આવ્યું હતું ત્યાં પણ ધીમાં કોર્સથી વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ હેડ વર્ક્સ હેઠળ આવતા વોર્ડ નંબર ૧૦ અને ૧૩માં  અમુક વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા અંદાજે ૧૨ કલાક મોડું પાણી વિતરણ કરવામાં આવ્યો હતો. જો આજે પુનિતનગર હેડ વર્ક હેઠળ આવતા વોર્ડ નંબર ૧૧  અને ૧૨ના તમામ વિસ્તારોમાં મોડું પાણી વિતરણ કરવામાં આવે તો ઇએસઆર-જીએસઆરમાં  લેવલિંગના કારણે આવતીકાલે પણ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય તેવી સંભાવના જણાતાં અમુક વિસ્તારોને આજે પાણી વિહોણા રાખવામાં આવ્યા હતા.  જે સ્થળે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું ત્યાં આજે નદીનું પાણી સતક ભરાયેલું રહે છે.અહીં પાણીમાં ઝેરી સાપ પણ વસવાટ કરતા હવા ની બેસત હોવાથી રીપેરીંગ કામ માં અનેક બાધાઓ ઉભી થવા પામી નથી પાણીની પાઈપલાઈન બાદ અંદાજે ૫૦ ફૂટ સુધી ઊંચા પાણીના ફુવારા ઉડયા હતા આજે થી મહુડી તરફ જતી પાઇપલાઇન તૂટવાના કારણે આજે શહેરના ૧૮ પૈકી ૯ વોર્ડ એટલે કે અડધા રાજકોટમાં વિતરણ વ્યવસ્થા ચીથરે હાલ થઈ જવા પામી હતી.

રીપેરીંગ કામ ૧૭ કલાક ચાલ્યું પાણીના ૫૦ ફૂટ ઊંચા ફુવારા ઉડયા

આજી ફિલ્ટર પ્લાન્ટથી મવડી તરફ જતી ૮૬૩ એમએસની પાઈપલાઈનમાં ગઈકાલે રાત્રે આજી નદીના પુલ નીચે ભંગાણ સર્જાયું હતું.ઠંડીના કારણે એર વાલ્વ લીકેજને કારણે સર્જાયેલા ભંગાળથી પાઇપલાઇનમાંથી ૫૦ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડયા હતા.જે જગ્યાએ પાઈપલાઈન તૂટી હતી ત્યાં આજે નદીનું પાણી સતત ભરેલું રહે છે અને આ પાણીમાં સાપોલિયા તથા ઝેરી સાપ પણ રહેતા હોય રિપેરિંગની કામગીરીમાં ભારે મુસીબત ઉભી થવા પામી હતી.૧૫ થી ૨૦ હેક્ટર માટી ઠાલવ્યાં બાદ જમીનને કોરી કરવામાં આવી હતી.ત્યારબાદ જે જગ્યાએ લાઈન તૂટી હતી ત્યાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે ગઈ કાલે રાત્રે આઠ વાગ્યા આસપાસ તૂટેલી આજે બપોરે એક વાગ્યે રિપેર થઈ હતી અંદાજે ૧૭ કલાકે રીપેરીંગનું કામ પૂર્ણ થતા અડધા રાજકોટમાં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી.

Loading...